GUJARATPANCHMAHALSHEHERA

ઘરેલુ ઝગડાના કારણે માતા પાસેથી દોઢ મહિનાનું બાળક છીનવી લેતા ગોધરા અભયમ ટીમ મદદે

શહેરા

નિલેશકુમાર દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના ગોધરા સીટી વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર પીડિતાનો કોલ આવતા જણાવેલ કે ઘરેલુ ઝગડાના કારણે મારાં પતીએ મારું દોઢ મહિનાનું બાળક લઇ લીધું છે જેથી મદદ માટે જાણ કરેલ.
પંચમહાલ અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પીડિતા સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે અમારા લવ મેરેજ છે મારાં પતિ અવારનવાર મારી સાથે કામકાજ માં ભૂલો કાઢી ઝગડો કરે છે રાત્રે પણ મારાં પતિ એ મારી સાથે ઝગડો કર્યો. જેથી સવારમાં મેં મારાં પતિને મારું દોઢ મહિનાનું બાળક લઈને પિયરમાં જવા જણાવ્યું. જેથી મારાં પતિએ મારું દોઢ મહિનાનું બાળક મારી પાસેથી છીનવી લીધું.181 ટીમ દ્વારા પીડિતાના પતિનું અસરકારક કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું. તેમજ બાળક દોઢ માસનું નાનું હોવાથી તેને સ્તનપાન જરૂરી છે પીડિતાના પતિને તેમની ભૂલ સમજાઈ અને બાળક રાજીખુશીથી તેની માતાને સોંપ્યું. તેમજ હવેપછી અમારા ઘરેલુ ઝગડાના કારણે બાળક ને તેની માતા પાસેથી દુર ના કરીએ તેમજ આવી ભૂલ ફરીથી નહિ થાય તેની બાંહેધરી આપી.
પોતાનું દોઢ માસનું બાળક પરત મળતા પીડિતાએ આનંદ ની લાગણી વ્યક્ત કરી અને 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!