તારીખ ૭ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના સ્ટાફ ને ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળી કે કાલોલ તાલુકાના બાકરોલ નવા ધરા ફળીયામાં પાસે રહેતા પ્રફુલભાઈ અજીતભાઈ ગોહિલ એક મહેન્દ્રા કંપની નો છોટા હાથી ટેમ્પો તેના ઘરે ચોરી કરી લઇને આવેલ હોય અને ટેમ્પો ના સ્પેરપાર્ટ અલગ કરી વેચવાની ફીરાગમા છે જે બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી તરાલ પોલીસ સ્ટાફ સાથે બાતમી મુજબના ઈસમ ના ઘરે તપાસ કરી ટેમ્પો ટાયર વગર અને આગળ પાછળ નંબર પ્લેટ કાઢી નાખેલી હાલતમા મળી આવેલ બાતમી વાળો ઇસમ ઘરે હાજર હોય પોલીસે તેનું નામ ઠામ પૂછી મહિન્દ્રા છોટા હાથી ટેમ્પો ના કાગળો માંગતા તેની પાસે કોઈ કાગળ મળી આવ્યા ન હતા પોલીસે મહિન્દ્રા છોટા હાથી ટેમ્પો નો એન્જિન નંબર અને ચેચિસ નંબરને આધારે સરકાર ના ઈ ગુજ કોપ મોબાઈલ પોકેટ કેપ ની મદદથી સર્ચ કરતા મહિન્દ્રા છોટા હાથી ટેમ્પો ના અસલ માલિક રાકેશભાઈ મોહનભાઈ સામરીયા નો સંપર્ક કરતા આ છોટા હાથી ટેમ્પો વડોદરા શહેર ના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચોરાઈ હોવાની માહિતી મળી હતી અને ચોરી કરનાર પૈકી પકડાયેલ ઈસમ તથા અન્ય બે ઈસમો ની માહીતી મળી તે મુજબ તેઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીનો ગુનો કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો.