MEHSANAVIJAPUR

વિજાપુર માર્કેટયાર્ડ માં કપાસ મગફળી ની ધરખમ આવક ટ્રેક્ટર સહિત માલ ભરી ઘાડેધાડા ઉમટી પડયા

વિજાપુર માર્કેટયાર્ડ માં કપાસ મગફળી ની ધરખમ આવક ટ્રેક્ટર સહિત માલ ભરી ઘાડેધાડા ઉમટી પડયા
–સીઝન માં પ્રથમ વખત 17 હજાર બોરી મગફળી ની —-આવક નોંધાઇ 50 થી વધુ ટ્રેક્ટરો દ્વારા કપાસ ઠાલવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર માર્કેટયાર્ડ બજારમાં મગફળી કપાસ ના વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેને લઇને વાહનો ની લાંબી લાઈનો લાગી હતી જોકે હરાજી ના સમયે મગફળી નો ભાવ રૂપિયા 1100 થી 1500 સુધી બોલાયો હતો જ્યારે કપાસનો ભાવ પણ 1200 થી 1520 સુધી બોલાયો હતો બજારમાં મગફળી ની 17 હજાર બોરી ની આવક નોંધાઇ હતી તેમજ કપાસ નો 50 ટ્રેક્ટરો જેટલો માલની નોંધ થઈ હતી બજાર ના સમય ની શરૂઆત માં ખેડૂતો ટ્રેક્ટરો માં માલ ભરી આવી પોહચતા વાહનોની લાંબી કતારો લાગી હતી આ અંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના સેક્રેટરી રમેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે માર્કેટયાર્ડ બજાર માં સીઝન માં પ્રથમ વખત મગફળી કપાસ ની અધધ આવક નોંધાઇ છે જેમાં મગફળી ની 17 હજાર બોરી ની આવક થઈ છે અને કપાસ ની 50 ટ્રેક્ટરો ઉપરાંત ની આવક નોંધાઇ છે હજુ વધુ માલની આવક થશે તેમ જણાવ્યું હતું બજાર માં ખેડૂતો વેચાણ કરવા માટે આવતા બજારો માં પણ ધીમે ધીમે ગરમી પકડી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!