HALOLPANCHMAHAL

હાલોલના લીમડી ફળિયા ખાતે રહેતો મોહમંદ તકીએ રમઝાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.

તા.૭.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરના લીમડી ફળિયા ખાતે રહેતા મહેમુદ મહંમદભાઈ દાઢીના સાત વર્ષીય પુત્ર મોહમંદ તકીએ રમઝાન માસનો પ્રથમ રોજો રાખી કાળજાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા રહી માસુમ નિખાલસ મને ખુદાની બંદગી કરી હતી.સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા મુસ્લિમોના પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદારો દ્વારા એક માસ સુધી રોજા ઉપવાસ કરી ખુદાની બંદગી કરવામાં આવી રહી છે.જેમાં ૧૫ થી ૧૬ કલાક સુધી મુસ્લિમ બિરાદરો હાલમાં ચાલતી કાળઝાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા રહી રોજા રાખી ખુદાની બંદગીમાં લીન બની રહ્યા છે.તેવામાં નાના ભૂલકાઓ પણ બાકાત નથી હાલોલના લીમડી ફળિયા ખાતે રહેતા સાત વર્ષીય મોહમંદ તકીએ કાળઝાળ ગરમી કે જેમાં ભલભલા માણસો પણ ભૂખ તરસ વેઠી ન શકે તેવી કાળઝાળ ગરમી સહન કરી સતત ૧૫ થી ૧૬ કલાક જેટલા સમય સુધી ભૂખને વેઠી અને તરસ્યા રહી દિવસ દરમિયાન ખુદાની બંદગી કરી દુઆઓ કરી પોતાના જીવનનો પ્રથમ રોજો રાખ્યો હતો.જેમાં આ નાના ભૂલકાને ફૂલહાર પહેરાવી પરિવારજનો સહિત સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!