BHARUCHGUJARAT

લોકસભાની સામાન્ય ચૂંટણી : ૨૦૨૪ના સંદર્ભે ભરૂચ ખાતે મીડીયા મોનીટરીંગ સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારીનાં વરદહસ્તે કાર્યરત કરાયું…

જિલ્લા કલેકટર કચેરી ખાતે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો.

લોકસભાની સામાન્ય ચૂંટણી : ૨૦૨૪ના સંદર્ભે ભરૂચ ખાતે મીડીયા મોનીટરીંગ સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારીનાં વરદહસ્તે કાર્યરત કરાયું…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૮/૦૩/૨૦૨૪

 

જિલ્લા કલેકટર કચેરી ખાતે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો

 

ભરૂચ જિલ્લામાં યોજાનારી લોકસભાની બેઠકોમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચારસંહિતા અમલમાં છે. આ આચારસંહિતાના સંદર્ભમાં કલેકટર કચેરી ખાતે ઈલેક્ટ્રોનિક મિડીયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (EMMC) મીડીયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર તુષાર સુમેરાનાં વરદ્હસ્તે કાર્યરત કરવામાં આવ્યું છે.

 

વધુમાં, અદ્યતન કોમ્યુટરની સુવિધા, ૨૪ કલાક રેકોર્ડીંગની વ્યવસ્થા અને તમામ જિલ્લા કક્ષાની ચેનલોનું અત્રેથી ૨૪ કલાક મોનીટરીંગ થશે. આ મિડીયા સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહેશે. મિડીયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (EMMC) મીડીયા સેન્ટરના સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત અધિકારીઓને સુચારું માર્ગદર્શન આપ્યું હતું.

 

આ વેળાએ અધિક કલેકટર એન.આર.ધાંધલ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.ગાંગુલી, નાયબ માહિતિ નિયામક બી.સી.વસાવા સહિત વિવિધ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા

હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!