NAVSARI

નવસારી: તલાટી કમ મંત્રી ની સ્પર્ધાત્મક પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરની અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ

વાત્સલ્યમ સમાચાર – મદન વૈષ્ણવ-નવસારી
ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા  તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨-૩૦ થી ૧૩-૩૦ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે.
આ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું સરળ અને સુચારુ સંચાલન થાય, જાહેર પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ શાંત અને સ્વસ્થચિતે પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી. જોષીએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની અને બિલ્ડીંગની હદથી ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારમાં ચાર કે તેથી વધારે વ્યકિતઓને ભેગા થવા, સભા ભરવા, સરઘસ કાઢવા, કોઇપણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર, મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, સ્માર્ટ બેન્ડ લઇ જવા ઉપર તેમજ લાઉડ સ્પીકર વગાડવા કે અવાજ મોટો કરવાનું કોઇ યંત્ર વગાડવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો પર તા.તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યા થી ૧૫-૦૦ કલાક સુધી ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ હેઠળ  શિક્ષાને પાત્ર ગણાશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!