AMRELIGUJARATSAVARKUNDALA

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના ડુપ્લીકેટ પી.એ.ને પકડી પાડતી પોલીસ..

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના ડુપ્લીકેટ પી.એ.ને પકડી પાડતી પોલીસ..

યોગેશ કાનાબાર રાજુલા

નકલી બનવાનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ નકલી સરકારી કચેરીઓ બની જતી હોય છે નક્કી ટોલ પ્લાઝા તેમ હવે નકલી કેન્દ્રીય મંત્રી પી.એ.ની ઓળખ આપીને ધાકધમકી આપનારા પણ સામે આવ્યા છે તેમાં અમરેલી જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના પી.એ.ની ખોટી ઓળખ આપીને પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી અને સેવક મનસુખભાઇ વસોયાને ધાકધમકી આપવાને મામલે પોલીસે કેન્દ્રીય મંત્રીના પી.એ.ની ઓળખ આપનારા શખ્સને પકડી પાડયો હતો સાવરકુંડલા ના પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી અને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર મનસુખભાઇ વસોયા ને બે દિવસ પહેલા મોબાઈલ કોલમાં ધમકી ભર્યા સ્વરમાં એક પાગલ પુરુષને માનવ મંદિર આશ્રમમાં રાખવા માટે કોલ આવેલો હતો કોલ કરનાર આ શખ્સ છે ગારિયાધાર તાલુકાના પરવડી ગામનો ભાવેશ જગદીશ ગોયાણી નામના શખ્સને પકડી પાડયો હતો માત્ર પોલીસ પાસે મોબાઈલ નંબર હોય ને ટેકનિકલ સોર્સ વડે અમરેલી એલ.સી.બી. દ્વારા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના પી.એ.ની ખોટી ઓળખ આપનારો ભાવેશ ગોયાણી પોલીસ મથકની હવા ખાઈ રહ્યો છે કેન્દ્રીય મંત્રીના પી.એ.ના નામે ધાકધમકી આપવાના મામલે પોલીસે અન્ય કોઈને કેન્દ્રીય મંત્રી રૂપાલા ના પી.એ.ની ઓળખ આપીને ધાકધમકી આપીને કોઈ કૃત્ય કર્યું છે કે નહિ તેની પણ પોલીસે જીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હોવાનું dysp હરેશ વોરા એ જણાવ્યું હતુ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!