AHAVADANGGUJARAT

Dang: ભારત સરકારના મંત્રાયલયના સદસ્યશ્રી ભરતભાઇ પટણીના અધ્યક્ષ સ્થાને NT-DNT વર્કશોપ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાયલયના ડેવલોપમેન્ટ એન્ડ વેલ્ફેર બોર્ડ ફોર ડીનોટીફાઇડ, નોમેડીક એન્ડ સેમી નોમેડીક કોમ્યુનનિટીઝના સદસ્ય શ્રી ભરતભાઇ બાબુભાઇ પટણીના અધ્યક્ષ સ્થાને, આહવા સર્કીટ હાઉસ ખાતે ડાંગ જિલ્લાની વિચરતી અને વિમુક્ત જાતિ સમુદાયના લોકો માટે NT-DNT વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે શ્રી ભરતભાઇ પટણીએ જણાવ્યુ હતુ કે, વિચરતી અને વિમુક્ત જાતિના સર્વાગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૨૧માં ડેવલોપમેન્ટ એન્ડ વેલ્ફેર બોર્ડ ફોર ડીનોટીફાઇડ, નોમેડીક એન્ડ સેમી નોમેડીક કોમ્યુનીટીઝ ( DWBDNC) બોર્ડની રચના કરવામા આવી છે. જેનો મુખ્ય ઉદેશ્ય વિચરતી અને વિમુક્ત સમુદાયના લોકોનો આર્થિક, સામાજિક, રાજકીય સશક્તિકરણ કરવા માટેનો છે.
ડાંગ જિલ્લામા પણ વિચરતી અને વિમુક્ત જાતિના વણઝારા, દેવીપૂજક અને શિકલીગર એમ કુલ ૮ ગામડાઓમા ૧૨૮ લોકો વસવાટ કરી રહ્યા છે. શામગહાન, વાંગણ, સુબિર, કાલીબેલ, સાકરપાતળ, ભદરપાડા, આહવા, અને ચીખલી, શામગહાન ગામમા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો વસવાટ કરી રહ્યા છે.

આ તમામ લોકોના સર્વાગી વિકાસ માટે સરકારી પ્લોટની ફાળવણી, જાતી પ્રમાણપત્ર, બાળકોને સારૂ શિક્ષણ તેમજ આવાસ યોજના અંતર્ગત સરકારી આવાસ યોજનાનો લાભ મળે તે સુનિશ્વિત કરવા માટે શ્રી ભરતભાઇ પટણીએ જણાવ્યુ હતુ.

આહવા સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ વર્કશોપમા વલસાડ–ડાંગના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ) શ્રી એમ.વાય.થુંથીવાલા, આહવા તાલુકા ઇન્ચાર્જ મામલતદાર શ્રી સુરેશભાઇ ચૌધરી, વિકસતિ જાતિ વિભાગ સાથે સંકળાયેલ કર્મચારીશ્રીઓ, આગેવાન શ્રી ત્રિભુવન પરમાર સહિત વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!