HALOLPANCHMAHAL

હાલોલ સર્વોદય હોસ્પિટીલીટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલા અને કોરોના વોરિયર્સ નું સન્માન.

તા.૬.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નાં પાવાગઢ રોડ પર આવેલ હૈદરી ચોક ખાતે સર્વોદય હોસ્પિટીલીટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ મહિલા વિકાસ મંડળ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા સૌ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામા આવ્યા હતા.સાથે સાથે કોરોનાના કપરાકાળમા સેવા આપનારા કોરોના વોરિયર્સ ને પણ સન્માનિત કરવામા આવ્યા હતા.સાથે દેશની ચોથી જાગીર ગણાતા મિડિયામા ફરજ બજાવનારા પત્રકારોને પણ સન્માનિત કરવામા આવ્યા હતા.આ પ્રસંગે વડોદરા થી પધારેલા મુખ્ય મહેમાન અને વડોદરા લોકસભા નાં પૂર્વ સાસંદ સત્યજીતસિંહ ગાયકવાડ ની ઉપસ્થીતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને સર્વોદય હોસ્પિટીલીટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી,ફારૂકભાઈ બાગવાલા, સમીરભાઈ બજારવાલા, કસ્બા પંચનાં પૂર્વ પ્રમુખ મોયુનુદ્દિંન ભાઈ વાઘેલા,અજીતભાઈ બરબટ, સમીરભાઈ સોડાવાલા,ઇરફાન ભાઈ શેખ, સજ્જાદ દાઢી તેમજ ટ્રસ્ટ નાં કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા જ્યારે મોટી સંખ્યામાં નગરજનોએ પણ હાજરી આપી હતી અને ટ્રસ્ટ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!