GUJARATJASDALRAJKOT

Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનાં કાળાસર, ખાંડા હડમતીયા, માધવીપુર અને આંબરડી ગામે લાભાર્થીઓને મળ્યાં યોજનાકીય લાભો

તા.૧૧/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

તા.૧૨ ડિસેમ્બરે શિવરાજપુર ગામે, તા.૧૩ ડિસેમ્બરે ગોડલાધાર અને ગોખલાણા ગામે યોજાનાર યાત્રા વિશે આગોતરી જાણ કરતું વહિવટી તંત્ર

Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાનાં કાળાસર, ખાંડા હડમતીયા, માધવીપુર અને આંબરડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. જ્યાં ગ્રામજનોએ સામૈયા, કુમકુમ તિલક કરી રથનું સ્વાગત કર્યું હતું. આ યાત્રા તા.૧૨ ડિસેમ્બરે શિવરાજપુર ગામે, તા.૧૩ ડિસેમ્બરે ગોડલાધાર અને ગોખલાણા ગામે યોજાશે જેની આગોતરી જાણ ગ્રામજનોને વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

આ તકે યોજાયેલા હેલ્થ કેમ્પમાં નાગરિકોના આરોગ્યની ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તથા આયુષ્માન કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ, પોષણ કીટના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત યોજનાકીય લાભ મેળવેલ લાભાર્થીઓએ પોતાના સુખદ પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવો સાથે ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, ગામનાં સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!