NATIONAL

નવા વર્ષે દિલ્હીના સુલ્તાનપુરીમાં બનેલી નિર્ભયાકાંડ જેવી ઘટનાથી લોકોમાં આક્રોષ

દિલ્હીના સુલ્તાનપુરીની હૉરર ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષે બનેલી ઘટનાથી તમામ લોકો રોષે ભરાયા છે. દારૂડીયા પાંચ યુવકો તેમની બલેનો કારમાં લગભગ 10 કિલોમીટર સુધી એક યુવતીને ઘસડી ગયાની ઘટનામાં યુવતીનું મોત નિપજ્યું છે. જોકે આ ઘટના બાદ દેશભરમાં આક્રોષ ભભુક્યો છે. તો દિલ્હી પોલીસની પણ વિવિધ થિયરો સામે આવી રહી છે. ત્યારે મૃતક યુવતીના માતાએ પણ દિલ્હી પોલીસની થિયરીના દાવા સામે સવાલ ઉઠાવતા ગંભીર આક્ષેપો કર્યા છે.

માતાએ દિલ્હી પોલીસના દાવા પર સવાલ ઉઠાવ્યા

એક વાતચીતમાં મૃતકની માતાએ પોલીસના દાવા પર સવાલ ઉઠાવી કહ્યું કે, કહ્યું કે, હવે CCTV સામે આવ્યા છે પરંતુ પોલીસ તેને માનવા તૈયાર નથી. માતાએ કહ્યું કે, તેની પુત્રી પર દુષ્કર્મ ગુજારાયું છે અને ઘટનાને અકસ્માતમાં થોપવાનો અંજામ આપ્યો છે. માતાએ કહ્યું કે, મારી દિકરીને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. આ દરમિયાન આરોપીના વાહનના અન્ય એક CCTV ફુટેજ પણ સામે આવ્યા છે, જેમાં વાહન યુ-ટર્ન લઈ રહ્યું છે અને તેમાં પણ વાહનની નીચે કંઈક ફસાયેલું જોવા મળે છે.

દિલ્હી પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જશે

દરમિયાન આ ઘટનામાં પુરાવા એકત્ર કરવા FSLની ટીમ ઘટના સ્થળો પહોંચી ગઈ છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો દિલ્હી પોલીસ પણ ઝડપાઈ ગયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ વધુ તપા હાથ ધરશે.

કાંઝાવાલા કેસ પર CM અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા

ખૂબ જ શરમજનક ઘટના છે. રેરેસ્ટ ઓફ રેર ઘટનામાં આવે છે, આ માટે તો ફાંસીની સજા   થવી જોઈએ! આવું કોઈની પણ બહેન-દીકરી, પુત્રવધૂ સાથે થઈ શકે છે, ગુનેગારો ગમે તેટલા પ્રભાવશાળી હોય, કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોય. તેમને સખતમાં સખત સજા મળવી જોઈએ.

દેશભરમાં આક્રો, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

સુલતાનપુરી વિસ્તારમાં બનેલી ઘટનાનો દેશભરમાં આકોર્ષ જોવા મળી રહ્યો છે, ત્યારે દિલ્હીમાં AAP કાર્યકર્તાઓ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાના નિવાસસ્થાનની બહાર ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે.

ઘટના નજરે જોનારાઓએ શું કહ્યું ?

સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિત યુવતી એક કાર્યક્રમમાં ડ્યૂટી કરીને સ્કૂટીથી અમન વિહાર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહી હતી. આ ઘટના દરમિયાન પીડિતાના ઘણા હાડકાં તૂટી ગયા હતા અને એ પછી તેણીનું મૃત્યુ થયું હતું. ઘટનાસ્થળે રહેલા કેટલાક નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર પીડિતાની હાલત એવી થઈ ગઈ હતી કે તેના શરીર પર એક પણ કપડું પણ બચ્યું ન હતું.

કોઈએ યુવતીની મદદ ન કરી

આ માર્ગ અકસ્માત એવા સમયે સામે આવ્યો જ્યારે સમગ્ર દિલ્હી પોલીસ નવા વર્ષની ઉજવણી માટે રસ્તા પર હતી. આ ઘટના દરમિયાન યુવતી કારમાં ફસાઈ ગઈ હતી. તે ખૂબ રડતી હતી, પરંતુ કોઈએ તેની મદદ કરી ન હતી. બાળકીના મૃતદેહની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. બાળકીના બંને પગ, માથું અને શરીરના અન્ય ભાગો ખરાબ રીતે કચડાઈ ગયા હતા. દિલ્હી સ્થિત સુલ્તાનપુરી પોલીસ સ્ટેશને કેસ નોંધીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

5 યુવકોની ધરપકડ

આરોપી યુવકોનું કહેવું છે કે તેઓ નશાની હાલતમાં હતા અને કારમાં મોટેથી ગીતો વગાડી રહ્યા હતા. જેના કારણોસર તેઓ જાણતા ન હતા કે છોકરી કારમાં ફસાઈ ગઈ છે. તે જ સમયે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટના પર ટિપ્પણી કરી. ધરપકડ કરાયેલા યુવકોની ઓળખ દીપક ખન્ના, કૃષ્ણા, અમિત ખન્ના, મિથુન અને મનોજ મિત્તલ તરીકે થઈ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!