HALOLPANCHMAHAL

હાલોલ વડોદરા રોડ ઉપર બાઈક ડિવાઈડરમાં ટકરાતા સર્જાયો અકસ્માત,બે યુવાનોને પહોંચી ગંભીર ઇજાઓ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩૦.૧૨.૨૦૨૩

હાલોલ વડોદરા હાઇવે ઉપર આવેલી સર્વોત્તમ હોટેલ સામે અકસ્માત માં મોટર સાયકલ લઇ ઇન્દોર થી રાજકોટના ગોંડલ માં રહેતી તેમની બહેનના ઘરે જવા નીકળેલા બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને યુવકોને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બંને યુવકો કાર્પેન્ટરના વ્યવસાય સાથે જોડાયેલા હતા સવારે તેઓ મોટરસાયકલ ઉપર બહેનના ઘરે જઈ રહ્યા હતા ત્યારે હાલોલ પાસે અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ઇન્દોર થી મોટરસાયકલ લઈ રાજકોટ નજીક ગોંડલ રહેતી બહેન ના ઘરે જઈ રહેલા બે યુવકો વિકાસ કુમાર શર્મા અને ગોલું કુમાર રામ સવારે હાલોલ થી વડોદરા હાઇવે ઉપર થી પસાર થઈ રહ્યા હતા ત્યારે હાલોલ નજીક સર્વોત્તમ હોટેલ આગળ એક વાહન ની સાઈડ કાપી આગળ જતાં બાસ્કા તરફ ના માર્ગ ઉપર થી અન્ય એક મોટરસાયકલ હાઇવે ઉપર સામે આવી જતા આ બંને યુવકો એ અકસ્માત થી બચવા નો પ્રયાસ કરતા તેમની બાઈક ડિવાઈડર સાથે ભટકાતા બંને યુવકો રોડ ઉપર પટકાયા હતા.જ્યારે બાઈક ચલાવી રહેલા વિકાસ શર્મા ડિવાઈડર સાથે ઢસડાતા તેને પેટ અને છાતી માંથી માંસ ના લોચા બહાર આવી ગયા હતા.અને પગમાં ફેક્ચર થયો હતો.જ્યારે ગોલું કુમાર ને છાતી માં ઇજાઓ પહોંચી હતી અને ડાબો પગ ભાંગી ગયો હતો. બંને યુવકો ને 108 એમ્બ્યુલન્સ માં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટર દ્વારા બંને ની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. વિકાસ શર્મા ને તત્કાલિત વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ગોલું કુમાર ને પણ ઊલટીઓ થતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હોવાની જાણકારી મળવા પામી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!