AHAVADANGGUJARAT

Dang: સાપુતારા ખાતેની આદર્શ નિવાસી કન્યા શાળા રામ ભરોસે છોડી દેવામાં આવતા વાલીઓએ કલેકટરને રજૂઆત કરી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

સાપુતારા ખાતેની આદર્શ નિવાસી કન્યા શાળા રામ ભરોસે છોડી દેવામાં  આવેલ હોવાનાં આક્ષેપ સાથે વાલીઓએ કલેકટરને રજૂઆત કરી.

ગિરિમથક સાપુતારા ખાતે આવેલ આદર્શ નિવાસી કન્યા શાળામાં હાલમાં જે આચાર્યા દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યુ છે.તેમની પાસે વઘઈ અને બરડીપાડાનો પણ ચાર્જ હોવાથી તેઓ અઠવાડિયામાં એક જ વાર સાપુતારા ખાતે આવતા હોય છે.જેના કારણે શાળાનું સંચાલન રામ ભરોસે છોડી દેવામાં આવેલ હોય તેવા આક્ષેપો સાથે વાલીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.સાપુતારા આદર્શ નિવાસી કન્યા શાળા, સાપુતારાનું સંચાલન છેલ્લા ૮ (આઠ) વર્ષથી સ્મિતાબેન સી.હીંગુ કરતા હતા.આચાર્યા સ્મિતાબેન હીંગુનાં સમય દરમ્યાન તેમણે આદર્શ નિવાસી શાળા (કન્યા)નું પરીણામ 50% થી 100 % સુધી પહોંચાડયુ છે.આદિજાતિ બાળાઓનાં ઉત્કર્ષ તેમન શૈક્ષણિક વિકાસ માટે ખુબજ સખત મહેનત કરેલ છે.હાલમાં આદર્શ નિવાસી શાળામાં હોસ્ટેલના બિલ્ડીંગ માટે પણ પુરતા પ્રયત્નો કરી ગાંધીનગરથી મંજુરી મેળવેલ હતી. અને હાલમાં હોસ્ટેલ માટે બિલ્ડીંગનું બાંધકામ શરુ કરાવેલ છે.બાળકોના સર્વાગી વિકાસ થાય તેવા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવતા હતા.તથા માર્ચ-2024માં બોર્ડની પરીક્ષામાં શાળાનું 100 % પરીણામ મેળવી આદિજાતિ બાળાઓ માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ છે.બાળકોને ઓનલાઈન એડમિશન મળેલ ત્યારે વાંસદા,વલસાડ, નવસારી,કપરાડાના બાળકોને સાપુતારા ખુબ જ દુર થાય છે.તો પણ પ્રિન્સીપાલ સ્મિતાબેન દ્વારા આ બાળકોને હૂંફ પાઠવી કામગીરી કરી હતી.તથા શિક્ષણ આપવાની કાર્ય પધ્ધતિથી બાળકોમાં આગવી છાપ ઉભી કરી હતી.તેમજ 24 કલાક બાળકો સાથે રહી બાળકોના સર્વાગી વિકાસ માટે તન, મન, ધન થી સખત પરીક્ષમ કરે છે.જયારે હાલમાં આચાર્યા તરીકે જસુબેન પટેલ દ્વારા સંચાલન કરવામાં આવે છે.જોકે તેઓ  અઠવાડીયામાં એકવાર આવે છે. અને   તેમની પાસે બીજી 2(બે) સ્કુલ વધઈ અને બારડીપાડાનો પણ ચાર્જ છે.જેથી સાપુતારાની આદર્શ નિવાસી સ્કુલ ભગવાન ભરોસે ચાલે છે.જેથી  સાપુતારા આદર્શ નિવાસી શાળાના વાલીમંડળ (કન્યા)  દ્વારા કલેકટરને આવેદપત્ર પાઠવ્યુ હતુ.તેમજ આચાર્યા તરીકે સ્મિતાબેન સી. હીંગુને ફરી આદર્શ નિવાસી શાળાનું સંચાલન સોપવામાં આવે જેથી બાળકોનું ભવિષ્ય ન બગડે એવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યુ હતુ..

Back to top button
error: Content is protected !!