GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા ખાતે ટાટા સુમો ગાડીની હરાજી કરવાની હોવાથી રસ ઘરાવનાર પાસેથી અરજી માંગવામાં આવી

આસીફ શેખ લુણાવાડા

ટાટા સુમો ગાડીની હરાજી કરવાની હોવાથી રસ ઘરાવનાર પાસેથી અરજી માંગવામાં આવી

મામલતદાર કચેરી, લુણાવાડા હસ્તકની રદબાતલ થયેલ Tata Sumo Gold, No. GJ – 17 – G- 0805 ની હરાજી કરવાની હોવાથી રસ ઘરાવનાર પાસેથી સીલબંઘ કવરમાં અરજી માંગવામાં આવે છે.આ ટાટા સુમો કાર મામલતદાર કચેરી, લુણાવાડા ના કંમ્પાઉન્ડમાં જોવા મળશે તથા અરજી કરવાનો નિયત નમુનો કચેરીએથી કચેરી સમય દરમ્યાન મેળવી લેવાનો રહેશે.રદબાતલ ટાટા સુમો ગાડીની અપસેટ પ્રાઇસ રકમ રૂા.૬૦૦૦/- અંકે રૂપિયા છ હજાર નકકી કરાઇ છે.

આ અંગેની અરજી સીલબંઘ કવર ઉપર ” રદબાતલ ટાટા સુમોનં. No.GJ – 17 – G- 0805 ની હરાજીની અરજી “એમ દર્શાવી ભરેલ અરજીમાં નામ સરનામું સહિતની વિગતો દર્શાવી ભરેલ અરજી તા.૨૦/૦૧/૨૦૨૪ના રોજ ૧૬-૦૦ કલાક સુઘીમાં રજી.એડી./સ્પીડ પોસ્ટથી અથવા રૂબરૂમાં મામલતદાર કચેરી, લુણાવાડા ખાતે પહોંચતું કરવાનું રહેશે. (જાહેર રજાના દિવસો સિવાય) રજુ થયેલ અરજી ફોર્મ તા.૨૨/૦૧/૨૦૨૪ ના રોજ રોજ ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે. આ સમયે અરજી કરનાર વેપારી અથવા તેઓના ઘ્વારા અઘિકૃત કરેલ પ્રતિનિઘિ હરાજીમાં હાજર રહી શકશે. તેમજ માંગણીની કિંમત ઉપરાંત નિયત કરવામાં આવેલ મુજબનો ટેક્ષ ચુકવવાનો રહેશે.

જાહેર હરાજીમાં ભાગ લેવા માંગતાં અરજદારોએ અરજી સાથે ડીપોઝીટની રકમ રૂા.૬૦૦/- અંકે રૂપિયા છસો પુરાનો ચેક/ ડિમાન્ડડ્રાફટ મામલતદાર, લુણાવાડાના નામનો કચેરીએ જમા કરવાના રહેશે. જે આસામીના ભાવ મંજુર થાય તેઓએ દિન-૩(ત્રણ)માં નાંણા ચલનથી ભરી રદબાતલ ટાટા સુમો ગાડી લઇ જવાની રહેશે. અન્યથા તેઓનો ખરીદી અંગેનો હકક સમાપ્ત થયેલ ગણાશે.

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!