AHAVADANG

ડાંગ જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલ તેમજ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં,  ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક મળી હતી.
આહવા ખાતે ડાંગ જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકને સંબોધતા ડો.પટેલે, ડાંગ જિલ્લાની પ્રજા સુધી સરકારી યોજનાઓના લાભ પહોચાડવા, તેમજ સરકારી કામો પુર્ણ થયા હોય તો સંબંધિત અમલિકરણ અધિકારીને પદાધિકારીઓ સાથે સંકલનમા રહીને પ્રજાજનો સુધી તેના લાભો સુપેરે પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો.
બેઠકમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, પ્રજાના પ્રશ્નોને ધ્યાને લઇને લાભાર્થીઓને સમયસર યોજનાકીય લાભો પહોંચાડવાની વિવિધ અમલીકરણ અધિકારીઓને અપીલ કરી હતી. સાથે જ પ્રાથમિક શાળાઓના ઓરડાઓ સહિતની  સુવિધાઓ સુવ્યવસ્થિત કરવા જણાવ્યુ હતુ.

દરમિયાન કલેકટર મહેશ પટેલે પ્રજા કલ્યાણની યોજનાઓ અને વ્યક્તિગત તથા સામૂહિક વિકાસ કામોમા ગતીશીલતા લાવવા માટે સુચનો કર્યા હતા. અમલિકરણ અધિકારોને પ્રો એક્ટિવ અભિગમ સાથે બિન જરૂરી વિલંબ ટાળવા સાથે, પૂર્ણ હકારાત્મક અભિગમ અને પરસ્પર સંકલન સાથે કાર્યવાહી કરવાની પણ તેમણે આ વેળા અપીલ કરી હતી.

જિલ્લાના ૧૪૧ જેટલા ટી.બી.ના દર્દીઓને જિલ્લા અધિકારીઓએ દત્તક લઈ, તેમણે સરવાર દરમિયાન પૂરક પોષણ મળી રહે તેવો સંવેદનશીલ અભિગમ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ લીધો છે. જેની સાંસદશ્રીને જાણકારી આપતા કલેક્ટરશ્રીએ, જિલ્લાની મુલાકાતે પધારેલા સાંસદશ્રીને જિલ્લા વહીવટી તંત્ર વતી ‘દિશા’ના તમામ કામોના અમલિકરણમાં તંત્ર ખડેપગે રહેશે તેવી ખાત્રી આપી હતી.

દિશાની નેશનલ સોસીયલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ અંતર્ગતની યોજનાઓ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાય યોજના, ખેતીવાડી યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, વિવિધ વીજ યોજનાઓ, આરોગ્યલક્ષી યોજનાઓ, સમગ્ર શિક્ષા યોજના, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, આંગણવાડી કેન્દ્રની યોજનાઓ, મધ્યાહ્ન ભોજન યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, ઈ ગ્રામ સેન્ટરની સેવાઓ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ-૨૦૦૫, એન.આર.એલ.એમ. યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), સંદેશ વ્યવહારની સેવાઓ સહીત પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના વિગેરેની વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામા આવી હતી.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી  આર.એમ.ડામોર, જિલ્લા પંચાયતની વિવધ સમિતિઓના ચેરમેન સહીત સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, પદાધિકારીઓ, અધિક નિવાસી કલેકટર-વ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયાળ, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, નાયબ પોલીસ વડા શ્રી સુનિલ પાટિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, પ્રાંત અધિકારી શ્રી રાજેન્દ્રસિંહજી ચૌહાણ, કાર્યપાલક ઇજનેર શ્રી એસ.આર.પટેલ, જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!