GUJARAT

નર્મદા જિલ્લાના અંતરિયાળ સાગબારા તાલુકાના પાટલામહુ પીએચસી સેન્ટરને નવી એમ્બ્યુલન્સ મળી

નર્મદા જિલ્લાના અંતરિયાળ સાગબારા તાલુકાના પાટલામહુ પીએચસી સેન્ટરને નવી એમ્બ્યુલન્સ મળી

 

નર્મદા જિલ્લા પંચાયત ખાતેથી પ્રમુખની ઉપસ્થિતિમાં નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી રવાના કરાઇ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો છે અહીંયા અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની સુવિધા વધુ સુદ્રદ બનાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આજે નર્મદા જિલ્લા પંચાયત ખાતેથી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતું આ એમ્બ્યુલન્સ સાગબારા તાલુકાના અંતરિયાળ એવા પાટલામહુ પીએચસી સેન્ટરને ફાળવવામાં આવી છે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય રીતે દર્દીઓને મુખ્ય કેન્દ્ર સુધી લાવવા માટે તકલીફ પડતી હોય છે ત્યારે એમ્બ્યુલન્સ થકી અંતરયાળ વિસ્તારોના લોકોને સુવિધા ઉભી થશે વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી 15 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે ત્યારે ઓક્સિજન સુવિધા યુક્ત એમ્બ્યુલન્સ અંતરિયાળ વિસ્તારોના લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે કાર્યક્રમ માં જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંગભાઈ તડવી, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા બેન વસાવા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક, અધિક મુખ્ય આરોગ્ય અધિકારી ડો. અનિલ વસવા સહિત ઉપસ્થિત રહ્યા હતા

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!