GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓની રજૂઆત

તારીખ ૨૭/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર માં આવેલી ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિક પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી સોસાયટીમાં છેલ્લા દસ દિવસ ઉપરાંતથી પીવાની સમસ્યા સર્જાઈ હતી અને પરિણામે સોસાયટીના રહીશોને દસ દિવસ ઉપરાંતથી પાણી વગર વલખાં મારવાં પડે છે જેને લઇ ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીની સ્થાનિક મહિલાઓ દ્વારા નગરપાલિકા ખાતે પાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલને આજરોજ રજૂઆત કરવામાં આવી છે જ્યારે પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ પીવાના પાણીની સમસ્યાઓ દૂર થતી નથી જેથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ તાકીદે દૂર થાય તેવી આ વિસ્તારની મહિલાઓ ની માગણી કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!