KALOL(Panchamahal)PANCHMAHAL

ગુજરાત હાઇકોર્ટ દ્વારા છ જેટલા પેન્શન વિહોણા રોજમદારોને પેન્શન યોજના તથા નિવૃત્તિ ના લાભ આપવા આપવા આદેશ

તારીખ ૨૮ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા તરીકે જે તે સમયે ઓળખાતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ના નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેર ગોધરા નું જિલ્લા વિભાજન થતા હાલ ની સંસ્થા મહીસાગર જિલ્લામાં મુકામે આવેલ છે અને તે કાર્યપાલક તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન સ્ટેટ લુણાવાડા ના નામથીઓળખાય છે અને તે સંસ્થામાં તારીખ ૬/૯/૭૮ થી રોજમદાર તરીકે ફરજ બજાવતા ભગવાનભાઈ કોયાભાઈ માલીવાડ નિવૃત્તિ તારીખ ૩૧/૮/૦૮ તથા તારીખ૨૧/૧/ ૭૭થી રોજમદાર મજૂર તરીકે ફરજ બજાવતા શનાભાઇ કાળુભાઈ નિવૃત્તિની તારીખ ૩૦/૬/૦૮ તારીખ ૨૧/૧૦/૮૦ થી ફરજ બજાવતા ભુરાભાઈ સોમાભાઈ માલીવાડ જેઓની ની નિવૃત્તિ તારીખ ૩૦/૬/૧૩ તારીખ ૨૧/૯/૭૭ થી ફરજ બજાવતા સ્વર્ગસ્થ દેવાભાઈ કાળુભાઈ ચોકીયાત નિવૃત્તિ ની તારીખ ૩૦/૬/૦૬ તારીખ ૨૧/૬/૭૬ થી ફરજ બજાવતા સ્વર્ગસ્થ ઉદાભાઈ સરતનભાઈ માલીવાડ નિવૃત્તિની તારીખ ૩૧/૧૦/૧૦ તેમજ તારીખ ૨૧/૯/૭૭ થી ફરજ બજાવતા લક્ષ્મણભાઈ મસુરભાઈ પટેલિયા નિવૃત્તિ ની તારીખ ૩૧/૫/૦૯ વિગેરે જણાવેલ તારીખથી નિવૃત કરવામાં આવે પરંતુ નિવૃત્તિ સમયે સરકાર શ્રી દ્વારા નિયત કરેલ પેન્શન યોજના નો કોઇ લાભ આપવામાં આવેલ ન હતો તે બાબતે નિવૃત ગરીબ અને આદિવાસી વિસ્તારના રોજમદારો ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ એસ ભોઈ ને રૂબરૂ મળી તેમને થયેલ અન્યાય બાબતે હૈયા વરાળ ઠાલવેલ જે બાબતે ફેડરેશન દ્વારા સરકાર ના નિયત કરેલ અધિકારીઓ પાસેથી જરૂરી દસ્તાવેજો જે તેમના કબજા હેઠળ હોય દસ્તાવેજો મેળવવા આરટીઆઇ૨૦૦૫ ની થયેલ જોગવાઈ મુજબ છ રોજમદારોને પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે જરૂરી દસ્તાવેજોની માંગણી કરી ફેડરેશન મારફતે આ વિવાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ દીપકભાઈ આર દવે દ્વારા એસસી એ નંબ૧૧૭૦૭/૨૨ થી દાખલ કરેલ વિવાદ ચાલી જતા અદાલતે પક્ષકારોના એડવોકેટોની દલીલો સાંભળી અરજદારોએ માંગેલી દાદ તારીખ ૧/૯/૨૨ ના રોજ મંજુર કરી રોજમદારોને નિવૃત્તિની તારીખથી પેન્શન યોજના નો લાભ આપવો તથા નિવૃત્તિની તારીખથી એમને મળવાપાત્ર પેન્શન તથા પેન્શન તફાવત ની રકમ હયાત ત્રણ કામદારો તથા ગુજરનાર ના ત્રણ વારસસો પૈકી રમેશ ડી ચોકિયાત વારસપતની જીવીબેન યુ માલીવાડ તેમજ નરેશભાઈ એલ પટેલીયા ને ચૂકવી આપવા આદેશ ફરમાવે પરંતુ સરકાર શ્રી તરફથી તે હુકમનું પાલન કરવામાં નિષ્ફળ જતા હુકમના અનાદર બદલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એમ સી એ નંબર૧૪૯૩/૨૨ કરવામાં આવેલ એ બાબતે સરકાર ને ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટિસ ઈસ્યુ કરવામાં આવતા તાત્કાલિક અસરથી આ છ રોજમદારોને એમને નિવૃત્તિના તમામ લાભો જેવા કે ગ્રેજ્યુટી ૩૦૦ રજા રોજમદાર તરીકેની નોકરીની દાખલ તારીખથી નોકરીની સળઞતા મુજબ નિવૃત્તિની તારીખથી મળવાપાત્ર પેન્શન તફાવત ની રકમ વગેરે ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાવતા મકાન અને માર્ગ સ્ટેટ વિભાગના કામદાર આલમમાં અને નિવૃત્ત કામદારોના પરિવારમાં આનંદની લહેર છવાઈ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!