GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા:- ગોધરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના હાર્દસમા ભુરાવાવ ચાર રસ્તાથી નેક્ષા શો રૂમ સુધીના લુણાવાડા-ગોધરા હાઈવે પર દબાણ-ટ્રાફીક ડ્રાઈવ યોજાઈ

ગોધરા

નિલેશકુમાર દરજી શહેરા

________

તા.૧૩/૧૨/૨૦૨૩ના રોજ સાંજના ૪-૦૦ કલાકથી ૬-૦૦ વાગ્યા દરમ્યાન કલેકટર પંચમહાલ,ગોધરાના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર ગોધરા પ્રાંત ગોધરાની અધ્યક્ષતામાં ગોધરા શહેર ખાતે ભુરાવાવ ચાર રસ્તાથી નેક્ષા શો રૂમ સુધીના ગોધરા-લુણાવાડા રોડ ઉપર દબાણ-ટ્રાફીક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે ડ્રાઈવમાં મહેસુલ વિભાગ, પોલીસ વિભાગ, ટ્રાફીક વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ગોધરા નગરપાલીકા, આર.ટી.ઓ.,એમ.જી.વી.સી.એલ. વિગેરે વિભાગો દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

સદર ડ્રાઈવમાં ૭૫(પંચોત્તેર) જેટલા રસ્તા ઉપર છજા કાઢીને કે અન્ય રીતે કરેલ દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા તથા જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરતા ર(બે) લારી-ગલ્લા હટાવવામાં આવ્યા છે.આ ઉપરાંત રસ્તા ઉપર ગંદકી કરતા ઇસમો પાસે રૂા.૫૬૦૦/-નો વહીવટી ચાર્જ નગરપાલિકા દ્વારા વસુલ કરવામાં આવ્યો છે. આ સાથે આર.ટી.ઓ.દ્વારા ૨(બે) નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ વાહન અંગે રૂા. ૧૫૦૦/-તેમજ ગોધરા શહેર ટ્રાફીક શાખા દ્વારા ૨(બે) જેટલા જાહેર રસ્તામાં નડતર રૂપ પાર્ક કરેલ વાહનોને સ્થળ ઉપર રૂા. ૧૦૦૦/-નો દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સદર ડ્રાઈવ દરમ્યાન લોકોને જાહેર રસ્તાને અવરોધ થાય તે રીતે વાહન પાર્કિંગ કે દબાણ ન કરવા તેમજ ગંદકી ન કરવા સમજુત કરી,જનજાગૃતિ માટે અપીલ કરાઇ હતી.આવનાર સમયમાં આ પ્રકારની ડ્રાઈવ વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે યોજી, કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ,ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ ડી.જૈતાવત દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

***

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!