GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી:કારખાનેદારનું અપહરણ કરી ખંડણીના ગુન્હામાં છ માસથી નાસ્તો ફરતો  આરોપી ઝડપાયો

MORBI:મોરબી:કારખાનેદારનું અપહરણ કરી ખંડણીના ગુન્હામાં છ માસથી નાસ્તો ફરતો  આરોપી ઝડપાયો

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં બનેલ કારખાનેદાર ના અપહરણ વીથ ખંડણીના ગુન્હાના કામના છ માસથી નાસતા ફરતા આરોપીને લાલપર બસ સ્ટેન્ડ પાસેથી મોરબી તાલુકા પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હતી, જે અનુસંધાને મોરબી તાલુકાના ઘુંટૂ ગામની સીમમાં ફરીયાદી જીજ્ઞેશભાઇ મહાદેવભાઇ ભટ્ટાસણા રહે-ગુંજન હાઇટસ મોરબી વાળા તા-૨૩/૦૪/૨૦૨૩ ના રોજ પોતાના સિરામીકના કારખાને જતા હતા ત્યારે પાંચ આરોપીએ ઇકો કારમાં અપહરણ કરી પાંચ લાખની ખંડણી વસુલી ફરીયાદીને મુકત કરેલ જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી વિથ અપહરણ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાના કામે અગાઉ ૦૪ આરોપીઓને અટક કરવામાં આવેલ હોય અને ૦૧ આરોપી રાજેશ ગજાનંદ નરગાવે આશરે છ માસથી નાસતા-ફરતા હતો.

ઉપરોક્ત ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ પીએસઆઇ વી.જી.જેઠવા તથા પોલીસ કોન્સ.ફતેસંગ ધીરૂભાને ખાનગીરાહે સંયુકત બાતમી મળેલ હોય કે, પકડવા પર બાકી આરોપી મોરબી તાલુકાના લાલપર ગામે, બસ સ્ટેન્ડ પાસે છે. જે મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમ તાત્કાલીક હકીકત મુજબની જગ્યાએ જઇ આરોપી રાજેશ ગજાનંદ નરગાવે ઉવ-૨૮ રહે.ગામ ભવાનીયા ખુર્દ,તા.ધરમપુરી, પો.સ્ટે. ધરમપુરી, જી.ધાર (એમ.પી.)ને પકડી પાડી સઘન પુછપરછ કરી અપહરણ વિથ ખંડણીના નોંધાયેલા ગુન્હામાં અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!