GUJARATPANCHMAHALSHEHERA
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શિવ ભક્તોની વિશાળ કાવડ યાત્રાનું આયોજન, શહેરા મરડેશ્વર મહાદેવ મંદિરે સમાપન
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું પ્રસ્થાન ગોધરાના લાલબાગથી થયું હતું અને તે શહેરા ખાતે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરે સમાપન પામી હતી.આ કાવડ યાત્રામાં ૨૫૦ થી વધુ શિવ ભક્તો જોડાયા હતા, જેમણે શહેરા સુધી પદયાત્રા કરી હતી. માર્ગમાં, શહેરાના હરિભક્તો દ્વારા આ કાવડ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં ગોધરા નગરના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દેવભાઈ શ્રીમાળી અને ગોધરા રામજી મંદિરના મહારાજ ઇન્દ્રજીત મહારાજ પણ ઉપસ્થિત રહી શિવ ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. શ્રાવણ માસમાં આયોજિત આ કાવડ યાત્રાથી સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.