ARAVALLIGUJARATMODASA

મોડાસા : ગાજણ ગ્રા.પંચાયત વિસ્તારમાં મોડાસા પાલીકાની ડમ્પિંગ સાઇડની જગ્યા ફાળવણીની તંત્ર દ્વારા તજવીજને લઈ વિરોધ.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : ગાજણ ગ્રા.પંચાયત વિસ્તારમાં મોડાસા પાલીકાની ડમ્પિંગ સાઇડની જગ્યા ફાળવણીની તંત્ર દ્વારા તજવીજને લઈ વિરોધ

મોડાસા નગર પાલીકાની ડમ્પિંગ સાઇડની ગાજણ ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જમીન ફાળવવા માટે તજવીજ હાથ ધરેલ છે.જે અંતર્ગત પ્રાંત અધિકારીની ટીમે 25 સપ્ટેમ્બરના રોજ સરકારી જમીનની સ્થળ ચકાસણી કરવામાં આવી હતી.ગાજણ ગ્રામ પંચાયતની મોટા ભાગની વસ્તી પશુપાલન તથા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ હોય.મોડાસા નગરપાલીકાની ડમ્પિંગ સાઇડ ગાજણ ખાતે ખસેડવામાં આવે તો મોટા પાયે નુકશાન થવાની સંભાવના રહેલ છે.મોડાસા નગરપાલીકાની ડમ્પિંગ સાઇડ જે જીલ્લા કોર્ટ તથા જીલ્લા સેવાસદન પાસે આવેલ હતી.તેનાથી થતા નુકશાનને લીધે તેને હાલ બંધ કરવામાં આવેલ છે.જો ડમ્પિંગ સાઇડથી જીલ્લા સેવા સદનના અધિકારી કર્મચારીને નુકશાન થતુ હોય તો આ ડમ્પિંગ સાઇડ ગાજણ ખસેડવામાં આવે તો ગામલોકો પણ મનુષ્ય હોઇ તેમના સ્વાસ્થને નુકશાન ના થઇ શકે..? હાલમાં મોડાસા નગરપાલીકાનો વિસ્તારમાં વધારો કરી તેની આજુબાજુની પંચાયતો સબલપુર,ખલીકપુર અને સાયરાને તેમાં ભેળવેલ છે.આ પંચાયતોમાં મોટા પ્રમાણમાં સરકારી જમીનો આવેલ હોઇ નગરપાલીકાની ડમ્પિંગ સાઇડ તે વિસ્તારમાં ફાળવવામાં આવે તેવી જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરાઈ છે. ડમ્પિંગ સાઇડ ગાજણ ગામે ખસેડવામાં આવેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.ગાજણ ગામના સરપંચે લોલોકો વતી સામાજીક વાતાવરણ સુમેળ ભુર્ય બની રહે તેવી વિનંતી કરતી લેખિત અરજી કરી છે.

Back to top button
error: Content is protected !!