પબ્લિકે ભાજપના કોર્પોરેટરને જાહેરમાં આપ્યો મેથીપાક

0
32
વાત્સલ્યમ્ સમાચાર

અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરનો સ્થાનિકોએ ઉઘડો લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને આજે બપોરે લોકોએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. તેઓ કૃષ્ણનગરમાં ટીપી સ્કીમના અમલીકરણ બાબતે ગયા ત્યારે લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતાં અને તેમને માર માર્યો હતો. બળદેવ પટેલને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલ કૃષ્ણનગર વિસ્તારમાં ટીપી સ્કીમના અમલીકરણ માટે ગયાં ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતાં અને માર માર્યો હતો. લોકોએ પોતાના ઘર રોડની કપાતમાં જતાં હોવાનો ગુસ્સો કોર્પોરેટર પર ઠાલવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં AMCના ભાજપના સત્તાધિશો પણ તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગયાં હતાં. AMCના નેતાઓ તરફથી જાણવા મળ્યું હતું કે, ટીપી સ્કીમના રોડના અમલીકરણ બાબતે સવારે તેઓ દસ્કોઈના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની ઓફિસે ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા હતાં. ત્યાર બાદ લોકોએ તેમને ફરીથી બોલાવીને માર માર્યો હતો.

35545464 7370 4c67 b24c 9d628332b129

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews