GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

સર્વત્ર નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ગુરુવારે સહુથી વધુ ૯૮ મી.મી. વરસાદ ખેરગામ તાલુકામાં ખાબક્યો….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૧૯: દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં મેઘરાજાનું આગમન થઇ ચુક્યુ છે. આજે તા.૧૯-૦૬-૨૦૨૫ના રોજ વહેલી સવારના ૬.૦૦ વાગ્યાથી સાંજના ૦૬.૦૦ વાગ્યા દરમિયાન નવસારી જિલ્લામાં સૌથી વધુ ૯૮ મિ.મી. વરસાદ ખેરગામ તાલુકામાં, વાંસદામાં ૪૦ મિ.મી., ચિખલીમાં પણ ૪૦ મિ.મી., ગણદેવીમાં ૧૪ મિ.મી.,નવસારીમાં ૦૬ મિ.મી., અને સૌથી ઓછો ૦૧ મિ.મી. વરસાદ જલાલપોર તાલુકામાં એમ નવસારી જિલ્લામાં આજરોજ કુલ-૩૩ મીમી વરસાદ નોંધાયો છે.

ડેમની સપાટી જોઇએ તો, જુજ ડેમ સાંજે ૦૪ વાગ્યા સુધી ૧૫૬.૪૫ ફુટ, કાલીયા ડેમ ૧૦૨.૮૦ ફુટ  નોંધાઇ છે.

નદીઓની સપાટી જોઇએ તો, અંબિકા નદી ૧૮.૬૯ ફુટ, પૂર્ણા નદી ૧૦.૦૦ ફુટ અને કાવેરી નદી ૧૦.૦૦ ફુટ સુધીની સપાટી નોંધાઇ છે.

મોસમના કુલ વરસાદ ઉપર નજર કરીએ તો, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૧૧૯ મિ.મી., જલાલપોર તાલુકામાં ૧૦૧ મિ.મી., ગણદેવીમાં ૧૨૨ મિ.મી., ચિખલીમાં ૧૯૪ મિ.મી., ખેરગામ તાલુકામાં ૨૨૧ મિ.મી., અને વાંસદામાં ૨૨૫ મિ.મી. વરસાદ એમ નવસારી જિલ્લામાં આજદિન સુધીનો મોસમનો કુલ-૧૬૪ મીમી વરસાદ નોંધાયો છે.

નોંધનિય છે કે, નવસારી જિલ્લામાં વિવિધ નાની મોટી નદીઓમાં નવા નીર ઉમેરાતા નવસારી જિલ્લાના પંચાયત હસ્તકના કુલ-૩૯ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.

આ રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. તથા આ તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!