AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કબજે કરાયેલા વાહનોની હરાજી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
રાજ્યમા ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તા. ૪ નવેમ્બરના રોજ ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલની આગેવાની હેઠળ ડાંગ જિલ્લાના આહવા, સાપુતારા અને વઘઇ પોલીસ સ્ટેશન ખાતે બિનવારસી વાહનો કે જે સી.આર.પી.સી કલમ-૧૦૨ મુજબ છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન કબજે કરેલ કુલ ૨૧ જેટલા ફોર  વ્હીલર/ટુ વ્હીલર વાહનોની હરાજી કરવામા આવી હતી.
ડાંગ જિલ્લામા અત્યાર સુધી કેસ ફેસલ થયેલ તેમજ પ્રાણી ક્રુરતા અધિનિયમ હેઠળ કબજે કરેલ કુલ ૭૧ જેટલા નાના-મોટા નિલામી યોગ્ય તમામ વાહનોની હરાજી કરી દેવામા આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ સહિત જુના બિનઉપયોગી ફર્નિચર, વાહનોના ટાયર ટ્યુબ સહિતનો ભંગાર, રદ્દી પસ્તીનો નિકાલ, તથા જુના કંડમ કરવાપાત્ર વાહનોનો નિકાલ કરવાની ઝુંબેશ પણ આરંભવામાં આવી છે. જેના ભાગરૂપે ડાંગ પોલીસે આ વાહનોનો નિકાલ કર્યો છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!