GUJARATHALVADMORBIUncategorized

રઘુનંદન સોસાયટીની મહિલાઓ દ્વારા હળવદ નગરપાલિકા ખાતે પાણીના પ્રશ્નને લઈને રજૂઆત કરવામાં આવી

રઘુનંદન સોસાયટીની મહિલાઓ દ્વારા હળવદ નગરપાલિકા ખાતે પાણીના પ્રશ્નને લઈને રજૂઆત કરવામાં આવી

હળવદ શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રશ્નોને લઈને લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક એવો જ પ્રશ્ન સામે આવ્યો હતો. જેમાં રઘુનંદન સોસાયટીમાં રહેતી મહિલાઓ છેલ્લા ઘણા સમયથી પાણી ન આવતું હોય તેવા પ્રશ્નોને લઈને હળવદ નગરપાલિકા ખાતે આવી પહોંચી હતી જેમાં હળવદ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને મહિલાઓએ એવી રજૂઆત કરી હતી કે આપ તો મહિલા અધિકારી છો આપ અમારી સમસ્યાને સારી રીતે સમજી શકો છો પાણી વગર ઘરના કોઈ કામ શક્ય નથી ત્યારે આપ અમારી આ પરિસ્થિતિને સમજી તાત્કાલિક અસરથી પાણી છોડી કાયમી ધોરણે પાણી એકાંતરે અથવા તો ત્રણ ત્રણ દિવસે વ્યવસ્થિત રીતે આવે તેવી વ્યવસ્થા કરી આપશો વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી ઘરના કપડા પણ જોયા નથી તેમ જ મારો છોકરો ચાર દિવસથી નાયો પણ નથી જે આપની સામે હાજર છે જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક અસરથી પાણીનો ચાર્જ સંભાળનાર કર્મચારીને ફોન કરી યોગ્ય પાણીની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું ત્યારે સવાલ એ પણ થાય છે કે મહિલાઓએ તેવું પણ કહ્યું હતું કે અમે જ્યારે જ્યારે અહીંયા આવી છે ત્યારે પાણીની સમસ્યા નું નિરાકરણ આવી જાય છે ત્યારબાદ ચાર પાંચ દિવસ બાદ પાણી ફરી આવતું બંધ થઈ જાય છે અને અમારા વિસ્તારમાં કચરા ની ગાડી પણ સમયસર આવતી નથી અને તે અમારી જોડે યોગ્ય વર્તન પણ કરતો નથી તેમ જ સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો પણ રઘુનંદન સોસાયટીમાં છે ત્યારે હળવદ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો હાલ હળવદ નગરપાલિકા વહીવટદાર તેમજ ચીફ ઓફિસરના સહારે છે હાલમાં કોઈ સતાધારી પક્ષ હળવદ નગરપાલિકામાં નથી ત્યારે હળવદની અલગ અલગ સમસ્યાઓ હતી ચીફ ઓફિસર વાકેફ છે પરંતુ ક્યારે આનું પરિણામ આવશે તે આવનારો સમય જ નક્કી કરશે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!