GUJARATJAMKANDORNARAJKOT

Rajkot: જામકંડોરણા તાલુકાના સોડવદર અને હરિયાસણ ખાતે ‘સબ કી યોજના,સબ કા વિકાસ’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભા યોજાઈ

તા.૫/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લાના જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે સરપંચશ્રી મહેશભાઈ ભાલોડીયા તથા હરિયાસણ ગામે સરપંચશ્રી નરેન્દ્રભાઈ સાવલિયાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઈ હતી.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ‘સબ કી યોજના, સબ કા વિકાસ’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી બીજા તબક્કાની ગ્રામસભા બાબતે તલાટી કમ મંત્રીશ્રી ડી.સી.પંડ્યાએ જણાવ્યું હતું કે, ગ્રામસભામાં પંચાયત વિકાસ સૂચક આંકનું વાંચન કરાયું હતું. ગ્રામ સભામાં લોકોને ટીબી મુક્ત પંચાયત વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા સરકારની યોજનાઓ મનરેગા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ મિશન વિશે વિગતવાર ચર્ચા કરાઈ હતી.

આ સાથે જ ગ્રામ્ય કક્ષાએ ઉપસ્થિત કોઈ પ્રશ્ન અંગે ગ્રામસભામાં થયેલી રજૂઆતોને હલ કરવામાં આવી હતી તેમજ ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન તથા ‘જળ જીવન મિશન’ કાર્યક્રમ વિષે વિશેષ આયોજનસહ ચર્ચા કરવામાં આવી હતી.

આ તકે ઉપસરપંચશ્રી જયદેવસિંહ જાડેજા, સભ્યશ્રીઓ રવજીભાઈ સારીયડા, જયસુખભાઈ ઉમરેઠિયા, કિરીટભાઈ બાબરીયા, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યો, આશાવર્કર બહેનો, વી.સી.ઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!