GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

મોરબી જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

ગ્રામ્યકક્ષાએ ત્રણ રથ મોરબી જિલ્લાના તમામ ગામોમાં ફરી વિવિધ યોજનાઓથી લોકોને લાભાન્વિત કરશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે પૂર્વ તૈયારીની ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થીઓ સુધી પહોંચીને યોજનાનો લાભ આપી શકાય તેમજ સરકારની તમામ યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આગામી ૨૨ નવેમ્બર થી ૨૫ જાન્યુઆરી સુધી મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

સરકારશ્રી દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓ પહોંચે લોકો યોજનાઓ પ્રત્યે જાગૃત બને રાજ્યના દરેક નાગરિક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની તમામ યોજનાઓથી માહિતગાર બને અને યોજનાઓનો લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા લોકજાગૃતિના શુભ આશયથી સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ ૨૨ નવેમ્બર થી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે ગ્રામ્ય કક્ષાએ જિલ્લાને ત્રણ રથ ફાળવવામાં આવ્યા છે. આ રથ જિલ્લાના તમામ ૩૬૨ ગામોમાં ફરી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરશે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગામડાઓમાં રસીકરણ, હેલ્થ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવનાર છે.

આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે તમામ તૈયારીઓ કરવા તેમજ તમામ યોજનાઓના લાભાર્થીઓને સાંકળી લેવા જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાએ સંલગ્ન અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા સાથે નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુબોધકુમાર પી. દુદખીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવે, જિલ્લા પાણી પુરવઠા અધિકારીશ્રી વાય.એમ. વંકાણી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા સિંચાઈ અધિકારીશ્રી એ.એલ. સાવલિયા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પ્રવીણભાઈ અંબારિયા, પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરશ્રી પ્રવીણભાઈ બાવરવા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!