GUJARATJETPURRAJKOT

Rajkot: મગફળી, મગ, અડદ, સોયાબીનના ટેકાના ભાવથી વેચાણ અર્થે ૧૬ ઓકટોબર સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે

તા.૨૯/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડુતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમની ઉપજોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ ૨૦૨3-૨૪ ખરીફ સિઝનમાં મગફળી, મગ, અડદ, સોયાબીન પાક માટે ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવેલ છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીમતિ તૃપ્તિબેન પટેલના જણાવ્યાં અનુસાર ઉપરોક્ત પાકના વેચાણ અર્થે ખેડૂત ભાઈઓએ ઓનલાઇન નોંધણી તા. ૧૬/૧૦/૨૦૨૩ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તથા તાલુકા કક્ષાએ APMC ખાતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરાવવાની રહેશે.

જે માટે જરૂરી સાધનિક કાગળો જેવા કે ગામનો નમૂનો ૮-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા ૭/૧૨, આધાર કાર્ડની નકલ, બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ (IFSC કોડ સાથે) સાથે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.

રાજ્ય સરકાર દ્વારા મગફળી માટે રૂ. ૬૩૭૭/-, મગ માટે રૂ. ૮૫૫૮/-, અડદ માટે રૂ. ૬૯૫૦/- અને સોયાબીન માટે રૂ. ૪૬૦૦/- પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. જેનો રાજ્યના ખેડુત ભાઇઓએ લાભ લેવા જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!