NATIONAL

ગોવા, કેરળ, મહારાષ્ટ્રમાં કોરોના સબ વેરિયન્ટ JN.1ના 21 કેસ નોંધાયા, તમામ રાજ્યોને સાવધાન રહેવા આદેશ

દેશના કેટલાક રાજ્યોમાં કોરોના-19ના સબ વેરિયન્ટ JN.1ના કેસો નોંધાયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો એલર્ટ થઈ ગઈ છે. નવા વેરિયન્ટના અત્યાર સુધીમાં કુલ 21 કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગોવામાં 19 અને કેરળ-મહારાષ્ટ્રમાં 1-1 કેસ નોંધાયો છે. નવા વેરિયન્ટના રોજબરોજ કેસો સામે આવ્યા બાદ નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ.વી.કે.પૉલે આજે કહ્યું કે, ગભરાવાની જરૂર નથી. વિજ્ઞાનીઓ નવા વેરિયન્ટ પર નજર રાખી રહ્યા છે. પૉલે તમામ રાજ્યોએ કોવિડથી રક્ષણ મેળવવાની તૈયારી, પરીક્ષણ વધારવાની કામગીરી અને સાવધાની રાખવા ભારપૂર્વક જણાવ્યું છે.

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસો વધતા કેન્દ્ર સરકારે પણ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સાવધાન રહેવા કહ્યું છે. કેન્દ્રએ તમામ રાજ્યોને સલાહ આપી છે કે, તેઓ જિલ્લાની તમામ આરોગ્ય સુવિધાઓમાં ઈન્ફ્લૂએન્જા જેવી બિમારી અને ગંભીર ફેલાતી શ્વાસની બિમારીના કેસો પર વિશેષ ધ્યાન આપે. જો આવા ગંભીર કેસો સામે આવે તો રાજ્યો કેન્દ્ર સરકારને રિપોર્ટ કરે.

દેશમાં નવા વેરિયન્ટના કેસો વધતા કેન્દ્ર સરકાર પર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે એક સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સહિત અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને કોરોના કેસો સામેની તૈયારી તેમજ સંક્રમણ થતા રોકવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. માંડવિયાએ કહ્યું હતું કે, આ એક બીજા સાથે મળીને કામ કરવાનો સમય છે અને સંપૂર્ણ સરકારી અભિગમ સાથે મળીને કામ કરવાનો સમય છે. આપણે એલર્ટ રહેવાની જરુર છે પરંતુ ગભરાવાની કોઈએ જરુર નથી. હોસ્પિટલની તૈયારી, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું ખુબ જ મહત્વપૂર્ણ છે. દર ત્રણ મહિનામાં એકવાર જરુર હોસ્પિટલોમાં મોકડ્રીલ થવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર તરફથી દરેક પ્રકારના સમર્થનની હું ખાતરી આપું છું. બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ-અધિકારીઓ,  ICMR ડાયરેક્ટર ડૉ. રાજીવ બહલ, નીતિ આયોગના સભ્ય ડૉ. વિ. કે પોલ અને ICMRનાપૂર્વ ડાયરેક્ટર જનરલ ડૉ. સૌમ્યા સ્વામીનાથને પણ સામેલ હતા.

કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1નો પ્રથમ કેસ ઓગસ્ટમાં લક્ઝમબર્ગમાં સામે આવ્યો હતો. ત્યારબાદ આ કેસ 36થી 40 દેશોમાં ફેલાવા લાગ્યો છે. ભારતની વાત કરીએ તો અહીં છેલ્લા 2 સપ્તાહમાં કોરોનાથી 16 મોત થયા છે. મૃતકો ગંભીર બિમારીથી પીડિત હતા. તેઓને કોમોરબિડિટીઝની પણ બિમારી હતી.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 341 કેસ સામે આવ્યા છે. જેમાં કેરળમાં ત્રણ લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાના કેરળમાં 292, તમિલનાડુંમાં 13, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 9, તેલંગાણામાં અને પુડુચેરીમાં 4, દિલ્હી 3 અને ગુજરાતમાં 2 જ્યારે પંજાબ અને ગોવામાં એક-એક  કેસો મળી આવ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2311 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજાર 321 નોંધઆઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4.50 કેસ સામે આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કહ્યું કે, કોરોનાનો નવા વેરિયન્ટ JN.1 સ્ટ્રેન અન્ય વેરિયન્ટ કરતા ઝડપી અને સરળતાથી ફેલાય છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!