HALOLPANCHMAHAL

હાલોલમાં એસટી બસે રાહદારીને અડફેટમાં લેતા સર્જાયો અકસ્માત,ઘટના સ્થળે રાહદારીનું નિપજ્યું કમકમાટીભર્યું મોત.

તા.૧૯.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદિર દાઢી.હાલોલ

હાલોલ બસ સ્ટેન્ડ નજીક રોડ પર ચાલતા રાહદારીને એસટી બસે અડફેટમાં લેતાં અક્સ્માત સર્જાયો હતો જેમાં રાહદારીનું ઘટના સ્થળે કમકમાંટીભર્યુ મોત નિપજ્યું છે.આજે સાંજના સુમારે હાલોલ બસ સ્ટેન્ડ નજીક થી પસાર થતી અંબાજી થી છોટા ઉદેપુર જતી બસે રાહદારીને અડફેટમાં લીધો હતો.જેમાં બેફામ દોડતી એસ ટી બસે રાહદારીને અડફેટમાં લેતા ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.જોકે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટયા હતા.અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આ રાહદારી કોન છે ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે જ્યારે રાહદારીનાં મૃતદેહને પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!