અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
પાપનુ ભાગીદાર કોણ…? મેઘરજ ગ્રીનપાર્કહોટલ બાજુમાંથી ભ્રુણ મળી આવ્યુ,મેઘરજની કોઈ હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યું હોવાની ચર્ચાઓ
મેઘરજ નગરમાં ગુરૂવાર વહેલી સવારે રસ્તા પરથી એક નવજાત શિશુનો મ્રુતદેહ પડ્યાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાંહતાં સ્થાનીકોએ પોલીસને જાણ કરતાં મેઘરજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નવજાત શિશુના મ્રુતદેહને મેઘરજ સામુહિક કેન્ર્દ ખાતે ખસેડવામાં આવ્યો હતો ભ્રુણ અધુરા મહિનાનુ જાણવા મળ્યુ હતુ માતાએ ક્યા કારણોસર આ ક્રુત્યકર્યુ તેમજ મહિલા કોણછે તે અંગેની વધુ તપાસ મેઘરજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવીછે