GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ મહાનગર પાલિકાની ટેલેન્ટ હન્ટ સ્પર્ધામાં મુંજકા-૨ પ્રાથમિક શાળાના ૭ વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન

તા.૨૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૭ બાળકોને નિ:શુલ્ક ટ્રાન્સપોર્ટેશન, ગ્રાઉન્ડની એન્ટ્રી તેમજ નેશનલ લેવલના કોચ દ્વારા તાલીમ અપાશે

Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ અંતર્ગત મુંજકા-૨ પ્રાથમિક શાળાના કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામમાં બેટરી ટેસ્ટ એટલે કે સિલેક્શન માટે શારિરીક પરીક્ષા આપી હતી. જેમાંથી ૭ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયેલ હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામમાં હવે આ ૭ બાળકોને નિ:શુલ્ક ટ્રાન્સપોર્ટેશન, જે તે ગ્રાઉન્ડની એન્ટ્રી તેમજ નેશનલ લેવલના કોચ દ્વારા તેઓને તાલીમ અપાશે.

જેમાં ટેસ્ટમાં ૩૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, રીલે દોડ ,મેડિસિન બોલ થ્રો, ૮૦૦ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં શ્રી મુંજકા-૨ પ્રાથમિક શાળાનો ધોરણ-૮નો વિદ્યાર્થી રાઠવા જયદીપ અંડર ૧૪ એજ ગૃપમાં ૩૦ મીટર દોડ ૩.૯૭ સેકન્ડ અને ૮૦૦ મીટર દોડ ૨.૫૨ સેકન્ડમાં પૂરી કરી રાજકોટમાં પ્રથમ આવેલ તેમજ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે સિલેક્શન થયેલ છે. કુલ ૧૧ માંથી ૭ બાળકોનું શાળાનું સિલેક્શન બઘી જ શાળામાંથી ટકાવારીની દૃષ્ટિએ શ્રેષ્ઠ રહ્યું.

ઉલ્લેખનીય છે કે આ બેટરી ટેસ્ટ રેસકોર્સ ખાતે આવેલ એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં લેવામાં આવેલ હતો. તેમાં દરેક શાળાના બાળકોને ૮૦૦ મીટર દોડ કરાવવામાં આવતી હતી .શ્રીમુજકા ૨ પ્રાથમિક શાળાના ૧૧ વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીઓ ૪ મિનિટની અંદર ૮૦૦ મીટર દોડ પૂરી કરી હતી. આ ઉપરાંત 30 મીટર દોડ ,મેડિસિન બોલ થ્રો ,રીલે દોડ વગેરે ટેસ્ટ લેવામાં આવી હતી.જેમાં શ્રી મુંજકા ૨ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હતું.

ઉલ્લેખનીય છે કે બાળકોને મળેલા આ સફળતા પાછળ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આયોજન બંધ તૈયારી કરી અને બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા. શાળાની નજીક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલ એથ્લેટિક્સ ટ્રેક પર દરરોજ સવારે નિયમિત બાળકોને પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી. તેમજ બાળકોને રનીંગ કરવા માટે મદદ મળે તેઓ ખોરાક લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. દરેક બાળકને પ્રેક્ટિસ માટે શાળામાંથી ટીશર્ટ આપવામાં આવેલ હતા. તેમજ જરૂરિયાતમંદ બાળકોને રનિંગ શૂઝ પણ આપવામાં આવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!