GUJARATJAMKANDORNARAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનાં ધોળીધાર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

તા.૨૧/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પશુ આરોગ્ય કેમ્પ, હેલ્થ કેમ્પ, ડ્રોન નિદર્શનનો લાભ મેળવતા ગ્રામજનો

Rajkot: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનાં ધોળીધાર ગામે ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ’’ હતી, જ્યાં ગ્રામજનોએ કુમકુમ તિલક, સામૈયાં અને રંગોળી કરી અદકેરું સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમ સ્થળે પશુ આરોગ્ય કેમ્પ, સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ, હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રોન નિદર્શન દ્વારા દવા છંટકાવની નવી ટેકનોલોજીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. “ધરતી કહે પુકાર કે” કૃતિ દ્વારા પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે ખેડૂતોની પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે યોજનાકીય લાભ મેળવેલ લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં સરપંચશ્રી, અગ્રણીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રી એચ.એમ ભાસ્કર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.આર.કામરીયા, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!