GUJARAT

નવસારીમાં પત્ની ને ઘરમાં રાખવાની ના પાડતા પતિ ને અભયમ ટીમ દ્વારા કાયદાકીય સમજ આપી સુખધ સમાધાન કરાવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાથી એક મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન ને જાણ કરી કે તેમના પતિ શંકા કરી મારપીટ કરી છે અને એક બાળક છે છતા રાખવાની  ના પડે છે અને ઘર ની બહાર કાઢી મુકી છે તેમના પતિ ને સમજાવી યોગ્ય કાઉન્સિલિંગ કરી કાયદાકીય માહિતી આપતા રાખવા માટે તૈયાર થયા અને હવે પછી આવી ભૂલ નઈ કરે તેની ખાતરી આપતા સમાધાન કરવામાં આવ્યું હતું.

181 અભયમ ટીમને પ્રાપ્ત થયેલી  માહિતી મુજબ મહિલાએ લવમેરેજ કર્યા હતા અને તેમના પતિ રોજ શંકા કરી મારપીટ કરતા હતા જેથી થોડા દિવસ માટે પિયર ગયા હતા અને તેમને એક બાળક હોવાથી તેમના ભવિષ્ય નું વિચારી પાછા સાસરે પરત આવતા તેમના પતિ એ ઘરમાં આવવાની ના પાડી હતી જેથી મહિલાએ 181 પર કોલ કરી મદદ લીધી હતી. મહિલા ના પતિ ને પૂછતા જણાવેલ કે કામ કરતી નથી મારા કહીય માં નહિ રહે માટે હવે મારે રાખવીજ નથી. અભયમ ટીમે તેમને સમજાવતા જણાવેલ કે તમારું એક બાળક છે તો ભરણ પોષણ આપવુ પડે જો તમારે નહી રાખવું હોય તો એક બાળક છે તો તેમના ભવિષ્ય નુ વિચારો અને તમારી પત્ની કામ પણ કરશે અને તમારું કહયું માનશે.પરંતુ તમે ખોટી શંકા કરી હાથ ઉપાડવું નહિ કઈ પણ બાબત હોય વાતચીત કરી યોગ્ય નિર્ણય લેવુ. જેથી તેમના પતિ માની જતા હવે પછી સારી રીતે રાખીશ અને શંકા નહિ કરું અને આવી ભૂલ નહિ થાય તેની ગામના આગેવાનોની સાક્ષી રાખી લખાણ આપતા અભયમ ટીમે સુખદ સમાધાન કરાવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!