GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુર તાલુકામાં “એ.જી.આર ૫૦” ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત ટ્રેક્ટર વેરિફિકેશન કેમ્પ યોજાયો, ૫૫ જેટલા ખેડુતોને મળશે લાભ

તા.૧૮/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ 5

Rajkot, jetpur: ખેડૂતો અને કૃષિ ક્ષેત્રનાં સર્વગ્રાહી વિકાસ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતલક્ષી ઘણી બધી યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતોને ખેતીકામમાં ઉપયોગી આધુનિક મશીનરીઓમાં ટ્રેક્ટર એક જરૂરિયાતનો મુખ્ય ભાગ છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક મદદ માટે સરકાર માન્ય કંપનીના ટ્રેક્ટરની ખરીદી કરવા માટે વધુમાં વધુ રૂ.૬૦,૦૦૦/- સુધીની સબસિડી આપે છે. ત્યારે જેતપુર તાલુકામાંથી અરજી કરેલા ખેડૂતો માટે આજરોજ “ટ્રેકટર વેરીફીકેશન કેમ્પ” યોજાયો હતો.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં “એ.જી.આર ૫૦” ટ્રેકટર સહાય યોજના હેઠળ જેતપુર તાલુકાના અંદાજીત ૫૫ જેટલા લાભાર્થી ખેડૂતો માટે “ટ્રેકટર વેરીફીકેશન કેમ્પ” યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનું આયોજન જેતપુર તાલુકાની મદદનીશ ખેતી નિયામક કચેરી, ચેતના ટોકીઝની બાજુમાં, ધોરાજી રોડ, જેતપુર ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં વિસ્તરણ અધિકારી (ખેતી) શ્રી એન.પી. બોરડ, જેતપુર તાલુકાના ગ્રામસેવકશ્રીઓ- શ્રી શ્યામ પનારા, શ્રી એસ. બી. મકવાણા, શ્રી વિનોદભાઈ ચૌહાણ, શ્રી પ્રજ્ઞાબેન બગડા, શ્રી ખ્યાતીબેન કાસુંદ્રા સહિત તમામ ખેતીવાડી વિભાગના સ્ટાફ દ્વારા આ ટ્રેક્ટર ઘટક વેરિફિકેશનની ખુબ જ પારદર્શક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!