GUJARATIDARSABARKANTHA

ઇડર ભિલોડા ખાડા રાજ નું હજી સમારકામ નથી કરાયું

ઇડર હિમતનગર હાઇવે ખાડા રાજ નું હજી સમારકામ નથી કરાયું ત્યાં ઇડર ભિલોડા, શામળાજી અને રાજસ્થાન ને જોડતો સ્ટેટ હાઇવે રોડ પર મસ મોટા ખાડા રાજને કારણે વાહન ચાલકોને ખુબ મુશ્કેલી પડી રહી છે… આ હાઇવે હવે વાહન ચાલકો માટે ખાડારાજ ના કારણે રાહદારીઓ માટે માથાના દુઃખાવા સમાન બનવાથી અકસ્માતનું ભય માં વાહન ચલાવવા મજબૂર બની રહ્યા છે.. સાબરકાંઠા અરવલ્લીને જોડતો મુખ્ય માર્ગ દિવસ રાત વાહનોથી ધમધમતો હાઈવે રોડ છે હાઇવે રોડ પર ખખડગજ સ્થિતિને કારણે સ્ટેટ આર.એમ.બી વિભાગ દ્વારા કોઈપણ કામગીરી ન કરવામાં આવતી હોવાને લઈ વાહન ચાલકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે ઇડર ભિલોડા સ્ટેટ હાઇવે રોડ પર પસાર થતા વાહન ચાલકોને ખાડા રાજમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છ

રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દર વર્ષ દરમિયાન કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે.. ચોમાસુ બાદ પણ હજી ઇડર થી હિંમતનગર, માંથાસુર ત્રણ રસ્તા થી લઇ વડાલી સુધી નો સ્ટેટ તેમજ નેશનલ બિસ્માર હાઇવે રોડ ના ખાડા રાજથી લોકો ત્રસ્ત છે અને હવે આ ઇડર થી ભિલોડા જોડતો રાજસ્થાન ના વિસ્તાર, અરવલ્લી જિલ્લા ને જોડતો ઇડર ભિલોડા હાઇવે રોડ હવે મસમોટા ખાડા ના કારણે લોકો ત્રસ્ત બનતા છે.. જેમાં ઇડર ભિલોડા સ્ટેટ હાઇવે રોડ છેલ્લા કેટલાક સમયથી ખાડા રાજ માં રૂપાંતર થતાં દિવસ તેમજ રાત્રિના સમયે પસાર થતા વાહનચાલકોને અકસ્માતના ભય માંથી પસાર થવા મજબૂર બન્યું છે.. હાઇવે રોડ પર ખાડા ને કામગીરી સામે ડામરના કામ કરવાને બદલે આર.એમ.બી વિભાગ દ્વારા નવા પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો હોય તે જ રીતે રેતી નાખી ખાડાઓનું પુરાન કરાતા ટુ-વ્હીલર તેમજ થ્રી-વ્હીલર વાહન ચાલકોને ખાડામાંથી ઉડતી ધૂળની ડમરીઓ વરચે અકસ્માત ના ભય વરચે પસાર થવું પડી રહ્યું છે…

સાબરકાંઠા અરવલ્લીને જોડતા સ્ટેટ હાઇવે રોડ પર ઇડર સ્ટેટ આર.એમ.બી વિભાગ દ્વારા રોડ પર ની કામગીરીમાં ફક્ત કાગળ સીમિત કામગીરી કરતા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ પણે જૉવા મળી રહ્યા છે.. જ્યારે આ જ હાઇવે રોડ પર સાબરકાંઠાની હદ પૂર્ણ થાય ત્યારે અરવલ્લીની સીમમાં પ્રવેશતા જ ભિલોડા સ્ટેટ આર.એમ.બી વિભાગ દ્વારા રોડનુ નવીનીકરણ કામ કરવામાં આવ્યુ છે.. જોકે ઇડર સ્ટેટ આર.એમ.બી વિભાગ દ્વારા રોડ પર પડેલા મસ્ત મોટા ખાડાઓ સામે કામગીરી ન કરવામાં આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. સ્ટેટ હાઇવે રોડ પરથી પ્રસાર થતાં હજારો રાહદારી તેમજ વાહન ચાલકોને ખડારાજ હાઇવે રોડ પરથી મુક્તિ મળે તેણે લઇ લોકો આર.એમ.બી વિભાગ દ્વારા રોડનું નવિનીકરણ કરવામાં આવે તેવી પ્રાર્થના કરી છે…

 

ઈડર ભિલોડા સ્ટેટ હાઇવે રોડ પરથી પસાર થતાં હજારો વાહન ચાલકો પોતાના પરિવાર સાથે યાત્રાધામ શામળાજી તેમજ રાજસ્થાન તરફ જતા વાહનચાલકો ને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.. હાઇવે રોડ પરથી પસાર થતાં ખાનગી તેમજ માલવાહક સાધનોને ખાડા રાજને કારણે ભારે નુકસાન પણ થતું હોય છે જેમ કે વાહનોનાં ટાયર ફાટવાના તેમજ વાહનના સ્પેરપાર્ટ સહિત ચેચીસને પણ નુકસાન થતું હોવાને. બૂમ ઉઠી છે.. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા રેતી નાખી પૂરવામાં આવતા ખાડાઓ માંથી મુક્તિ મળી વાહન ચાલકોને નવિનીકરણ થયેલ રોડ કયારે મળશે તે જોવું રહ્યું…

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!