BHARUCHBHARUCH CITY / TALUKO

“કરૂણા અભિયાન” અંર્તગત જન જાગૃત્તિ માટે સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ડીવીઝનલ ઓફીસથી શ્રવણ ચોકડી ભરૂચ સુધી રેલી કાઢવામાં આવી

ડો.બાબા સાહેબ આંબેડકર હોલમાં નાયબ વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ વિભાગ ભરૂચના અધ્યક્ષસ્થાને કાર્ય શિબીર યોજાઈ

ભરૂચ- સોમવાર- રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન “પક્ષી બચાવો કરૂણા અભિયાન” અંતર્ગત પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા સરકારશ્રીના અન્ય સંબંધિત વિભાગો, બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી તહેવારના સમયે પતંગના દોરાથી ઘાયલ પશુઓ અને પક્ષીઓને ખાસ સારવાર સાથે અન્ય માહિતી માટે ડો.બાબા સાહેબ આંબેડકર હોલમાં કાર્ય શિબીર અને જનજાગૃતિ રેલીનું આયોજન શ્રીમતી ઉર્વશીબેન આઈ.પ્રજાપતિ, નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી.

ઉત્તરાયણ પર્વ સામે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પતંગો ચાલુ થઈ ગઈ હોવાથી દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા અને જન જાગૃતિ લાવવા શહેરની વિવિધ શાળાના બાળકો અને વન વિભાગવતી નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે ડીવીઝનલ ઓફીસ
થી શ્રવણ ચોકડી સુધી રેલી કાઢવામાં આવી હતી. તે સાથે જન જાગૃતિ અભિયાનમાં બેનરો અને પેમ્પલેટ તેમજ લાઉડ સ્પિકર દ્વારા આમ જનતાને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.   કોઇ ઘાયલ પક્ષીઓ દેખાઈ તો ટોલ ફ્રી નંબર પર જાણ કરી નિર્દોષ પક્ષીઓને બચાવી કરૂણા અભિયાનમાં મદદરૂપ થવા માહિતી અપાઈ હતી.

નાઈલોન દોરા, ચીનાઈ દોરા અને કાચના ભુક્કાથી પકાવેલ દોરાનો ઉપયોગ ન કરવા બાબતે સામાજીક વનીકરણ વિભાગ દ્વારા જન જાગૃતિ અભિયાન હેઠળ ભરૂચ શહેર અને જીલ્લાના અન્ય શહેરોમાં અને ગ્રામ્યકક્ષાએપણ રેલી અને શાળાઓમાં બાળકો સાથે વાર્તાલાપ કરી સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ રેલીમાં સામાજીક વનીકરણ વિભાગના તમામ રેંન્જના વનઅધિકારીઓ ક્ષેત્રિય સ્ટાફ, સામાજિક સંસ્થાઓ અને બાળકો હાજર રહ્યા હતા. તે સાથે ભરૂચ ડો.બાબા સાહેબ આંબેડકર હોલમાં કાર્ય શિબીરમા સાવચેતીના પગલાં તેમજ સરકારશ્રીની સુચનાઓ અને કાયદાકીય બાબતો તેમજ પક્ષી સારવાર બાબતે વિગતે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્ય શિબીરમાં વન વિભાગના તમામ પરીક્ષેત્ર વન અધિકારીશ્રીઓ અને તમામ ક્ષેત્રિયસ્ટાફ તેમજ ઇકોક્લબ ઇન્ચાર્જ, શિક્ષકશ્રીઓ, સ્વૈછીક સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!