CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સાંસદ અને ધારાસભ્યના હસ્તે વિવિધ યોજનાઓના લાભો લોકોને અપાયા.

મુકેશ પરમાર,,નસવાડી

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે જે અંતર્ગત નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતો આ રથ ફરી રહ્યો છે અને વિવિધ યોજનાઓની જાણકારી તેમજ અનેક યોજનાઓના લાભો લોકોને મળી રહ્યા છે આજે નસવાડી ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં બાળકીઓએ સુંદર સ્વગાત ગીત રજુ કર્યું હતું ત્યાર બાદ ગામના આગેવાનો દ્રારા આવેલ મહેમાનુંનુ પુષ્પગુછ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જયારે આરોગ્ય વિભાગ,આઇસીડીએસ વિભાગ, ખેતીવાડી વિભાગ, તેમજ અન્ય વિભાગો દ્વારા ગ્રામજનોને વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે મળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઉજ્વલા યોજના ના ગેસ બોટલ અને સગડી,આયુષ્યમાન કાર્ડ,વિધવા મહિલાઓને વિધવા સહાયના પેન્શન ના ઓર્ડર, તેમજ અન્ય યોજનાનો લાભ લાભાર્થીને સાંસદ ગીતાબેન રાઠવા, અને ધારાસભ્ય અભેસિંગ તડવી ના હસ્તે આપવામાં આવ્યા હતા જયારે ઘર આંગણે લાભો મળતા લોકોમાં ખુશી છવાઈ હતી આ , જિલ્લા મહામંત્રી ડી. એફ. પરમાર, જિલ્લા પંચાયત બાધકામ સમિતિ ચેરમેન ચેતન મેવાસી,તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ,ઉપ પ્રમુખ કનુભાઈ ભીલ,કારોબારી ચેરમેન સિમીબેન ભીલ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ,પૂર્વ પ્રમુખ જસુભાઈ ભીલ,જિલ્લા પંચાયત સદસ્યો તેમજ તાલુકા પંચાયત સભ્યો વહીવટ દાર તલાટી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!