Rajkot: રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીનાં સંયુક્ત ઉપક્રમે ગાંધી મ્યુઝિયમ ખાતે “રંગોલી ઉત્સવ”નું આયોજન કરાયું
તા.૧૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“રંગોલી ઉત્સવ”માં ૯૦ જેટલા આર્ટિસ્ટોએ ૭૫ રંગોળી બનાવી: તા.૧૮ સુધી સવારે ૧૦:૦૦થી સાંજના ૬:૦૦ વાગ્યા દરમિયાન રંગોળી નિહાળી શકશે
Rajkot: દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મ દિવસની ઉજવણી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” થીમ આધારિત રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીના સંયુક્ત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે “રંગોલી ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ વિવિધ થીમ આધારિત “રંગોલી ઉત્સવ”ની મુલાકાત લીધી હતી.
“રંગોલી ઉત્સવ”માં ૯૦ જેટલા રંગોલી આર્ટિસ્ટોએ ૭૫ રંગોળી બનાવી હતી. આ રંગોળી ઉત્સવમાં આપણા દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટની રંગોળી બનાવવામાં આવી હતી.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે આયોજિત આ રંગોળી પ્રદર્શનને તા.૧૭-૦૯-૨૦૨૫ અને તા. ૧૮-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા દરમિયાન નિહાળી શકાશે.
આ પ્રસંગે સંસદસભ્ય શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, અગ્રણી શ્રી માધવ દવે, શ્રી લીલુબેન જાદવ, શ્રી મનીષભાઈ રાડીયા, ચિત્રનગરીના કમિટી મેમ્બરશ્રી જીતુભાઇ ગોટેચા, શ્રી રશ્મિ ગોટેચા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.