GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના ખેડૂતોને તાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા સૂચના

તા.૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજયના ખેડુતોને પાક રક્ષણ અર્થે ખેતી થતી હોય તેવી જમીનની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામા ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર(કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માથી જે ઓછુ હોય તે મુજબ સહાય મળવાપાત્ર છે. આ માટે તા.૧૦-૧૨-૨૦૨૩થી ૩૦ દિવસ સુધીમાં સવારે ૧૦:૩૦ કલાકથી રાજકોટ ઝોનના રાજકોટ-મોરબી-જામનગર-દેવભૂમિ દ્વારકા-સુરેન્દ્રનગર-કચ્છ (કુલ ૬ જિલ્લા)ના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત/ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-૧૦મા ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેંધરી પત્રક, ૭/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ ,બેન્ક પાસબુકની નકલ/રદ કરેલ ચેક આધારકાર્ડની નકલ, કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક, ડીમાર્કેશનવાળો નકશો જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાના રહેશે.

પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂત/ખેડૂત જુથ લીડરે નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપુર્ણ કામગીરી દિન-૧૨૦ માં પૂર્ણ કરી સામાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત કલેઇમ જમા કરાવવાનો રહેશે. ત્યાર બાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મજુરી આપ્યા બાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી કર્યા પછી સહાયની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેમ જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રી તૃપ્તિ પટેલની યાદીમાં જણાવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!