GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ‘સ્વચ્છતાથી સ્વસ્થતા’ અંગેનું જેતપુર અને ગોંડલ ખાતે શેરી નાટક ભજવાયું
તા.૨૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: “એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી” થીમ અન્વયે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેશભરમાં પ્લાસ્ટિકમુક્ત અને મેદસ્વિતામુક્ત અભિયાન હેઠળ અનેકવિધ જન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે.
જેમાં રાજકોટ જિલ્લના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા જેતપુર અને ગોંડલ તાલુકાના વિવિધ વિસ્તારોમાં શેરી નાટક ભજવીને લોકોને ‘સ્વચ્છતાથી સ્વસ્થતા’ અંગે સંદેશો આપવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં પ્લાસ્ટિકના વધુ પડતાં ઉપયોગથી માનવ શરીર અને પર્યાવરણને થતાં નુકસાન અંગે અને મેદસ્વી શરીર અનેક રોગોનું ઘર બને તે અંગે શેરી નાટકના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.