BANASKANTHAPALANPUR

પાલનપુર માં આવેલ ઉપાસના વિદ્યાલયના વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

1 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ  પાલનપુર બનાસકાંઠા

જિલ્લા કક્ષાએ યોગ ફેડરેશનની સ્પર્ધા તારીખ 29 જુલાઈ 23 ના રોજ યોજાયેલ જેમાં ઉપાસના વિદ્યાલયના પ્રજાપતિ ચાર્વિકે ટ્રેડિશનલ યોગા સોલોમાં ગોલ્ડ મેડલ અને આર્ટિસ્ટિક યોગાસન પેર માં ગોલ્ડ મેડલ એમ ડબલ ગોલ્ડ મેડલ મેળવેલ જ્યારે આર્ટિસ્ટિક યોગાસન સોલોમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ. આગામી દિવસોમાં શાળાનો વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે આ પ્રસંગે શાળાના કોચ શ્રી ડાભી સાહેબે તથા શાળાના આચાર્ય શ્રીમતી રૂપલબેન બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!