KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ:એમજીવીસીએલ દ્વારા બીલ કલેક્શન સેન્ટરો રીન્યુ નહી કરાતા ગ્રાહકો ભારે મુઝવણમા મુકાયા

તારીખ ૦૪/૦૭/૨૩

સાજીદ વાઘેલા કાલોલ

એમજીવીસીએલ ( જી ઈ બી ) દ્વારા લાઈટ બિલ ઉઘરાવવા માટે ઘણી બધી જગ્યાએ કલેક્શન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. અને મોટાભાગના ગામોમાં ક્રેડિટ સોસાયટી,ધિરાણ મંડળી ઓ ને કમિશન થી એજન્સી આપવામાં આવી છે.જેમા એજન્સીના કોમ્પુટર,પ્રિન્ટર,કાગળો, ઈન્ટરનેટ અને મેન પાવર નો ઉપયોગ થાય છે એજન્સી દ્વારા દરરોજ નું કલેક્શન એમજીવીસીએલ નાં ખાતાંમાં જમા કરાવવાનું અને તેની પહોંચ અને ડેઇલી રિપોર્ટ જેતે સબ ડિવિઝન ઓફિસમાં જમા કરાવવાનું હોય છે અને ત્યારબાદ દરેક માસ બાદ બીલ બનાવી મોકલી આપ્યા બાદ એજન્સીના ખાતામાં કમીશન નાં નાણા જમા કરાવવામાં આવે છે. એમજીવીસીએલ દ્વારા આ એજન્સી દર વર્ષના જાન્યુઆરી થી ડિસેમ્બર એટલે કે એક વર્ષ માટે આપવામાં આવતી હતી પરંતુ ચાલુ વર્ષે જૂન મહિનામાં દરેક એજન્સી પાસેથી એજન્સી રિન્યુ કરવા માટેના કાગળો મંગાવવામાં આવ્યા હતા અને એજન્સી છ માસ માટે જ રીન્યુ કરવામાં આવી છે એમ જણાવી જુલાઈ ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ સુધી છ માસ માટે એજન્સી રીન્યુ કરવા માટેના પ્રપોઝલ મંગાવવામાં આવ્યા હતા. મોટાભાગની એજન્સીઓ દ્વારા આવા પ્રપોઝલો મોકલી આપવામાં આવ્યા હતા તેમ છતાં એમજીવીસીએલની કોર્પોરેટ ઓફિસ દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાતા એમજીવીસીએલની કલેક્શન એજન્સી ધરાવતી મંડળીઓનાં કોમ્પુટર માં ઉપર થી,”યોર કોન્ટ્રાક્ટ એક્સપાયર કાઈન્ડલી રીન્યુ ઇટ એન્ડ સબમિટ યોર સબ ડિવિઝન યુ કાન્ટ યુઝ ધીસ સિસ્ટમ”એવો મેસેજ આવે છે અને કલેક્શન લઈ શકાતું નથી પરિણામે હાલમાં નવા વીજબિલો આવેલા છે અને સાંકડો ગ્રાહકો વીજબિલ ભરવા એજન્સીમાં આવતા હોય છે જેઓ ને પરત ફરવું પડે છે.મોટા ભાગના ગ્રાહકો ને છેક એમજીવીસીએલ કચેરીમા વીજ બીલ ભરવાનો લાંબો ચક્કર અને મોટી લાઈનો માં ઉભા રહેવાની ફરજ પડી રહી છે.ત્યારે ઘણી બધી કલેક્શન એજન્સી દ્વારા ડિવિઝન ઓફિસ સર્કલ ઓફિસ નો સંપર્ક કરવામાં આવે છે તેમ છતાં પણ હજુ સુધી કોર્પોરેટ ઓફિસમાંથી કોઈ નિર્ણય થયો નથી નિર્ણય થશે ત્યારે તમોને જણાવવામાં આવશે તેવો જવાબ આપવામાં આવે છે.ત્યારે કૉર્પોરેટ ઑફિસ ના કર્તા ધર્તા જે કોઈ અધિકારીઓ હોય તેઓ સ્પષ્ટ નિર્ણય લેવામાં આટલો વિલંબ ક્યા કારણે કરી રહ્યા છે વધુમાં એમજીવીસીએલ નો કિમતી સમય,મેન પાવર,મશીનરી બચાવી એમજીવીસીએલ વતી વીજ બીલ નાં નાણા કલેક્ટ કરતી એજન્સી ઓ માત્ર નજીવા કમીશન થી આ સેંટર ચલાવતા હોય ત્યારે આવી એજન્સીઓ એ સિક્યુરિટી પેટે લાખો રૂપિયાની ડિપોઝિટ પણ એમજીવીસીએલ જમા કરાવી છે ત્યારે હાલોલ, કાલોલ,વેજલપુર અને ગોધરા સહિત પંચમહાલ જીલ્લાની એજન્સીઓ મા છેલ્લા ચાર દિવસથી કોઈ કલેક્શન થઈ શકેલ નથી અને એજન્સીઓ ની ઈમેજ ઉપર પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે કૉર્પોરેટ ઑફિસ દ્વારા તાકીદે યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!