AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા એલ.સી.બી.ની ટીમે બારીપાડા ગામેથી જુગાર રમાડનાર એક ઈસમને ઝડપી પાડ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત પોલીસ મહાનિર્દેશક વાબાંગ જામીરનાઓએ લોકસભાની ચૂંટણીમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લાઓમાં સૂચના આપી છે.જે અન્વયે ડાંગ જિલ્લા એસ.પી યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટિલનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ કે.જે નિરંજનની પોલીસ ટીમે સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.તે વેળાએ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે બારીપાડા ગામ માળુંગા તરફ જવાના ત્રણ રસ્તા પાસે એક  ઈસમ ગેરકાયદેસર રીતે વરલી મટકાનો આંક ફેરનો પૈસા પર હાર જીતનો જુગાર રમાડી રહ્યો છે.જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ માળુંગા તરફ જવાના ત્રણ રસ્તા પાસેથી શ્રીદેવી બજારના વરલી મટકા નો આંક ફેરનો પૈસા પર હાર જીતનો જુગાર રમાડનાર ગણેશ રાજુભાઈ બંગાળ (રહે. રાનપાડા ગામ તા.આહવા જી.ડાંગ )ની અટકાયત કરી હતી. તેમજ રોકડ રૂપિયા 12,220/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.હાલમાં આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!