GUJARATNAVSARI

નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ જનતા જોગ જાહેર અપીલ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
હાલમાં ચાલી રહેલ ‘ઈઝરાયલ-હમાસ” યુદ્ધ લગત કોઈએ ભડકાઉ મેસેજ કરવા નહી કે કોઈએ પૂર્વ મંજુરી વગર કોઈને સમર્થન કરતી રેલીઓ કાઢવી નહી તેમજ કોઈપણ ઉશ્કેરણી જનક કે કોઈ ધર્મ કે સમાજની લાગણી દુભાય એવી કોઈપણ જાતની અફવા/ખોટા મેસેજ વાળી કોઈ પોસ્ટ સોશ્યલ મીડીયામાં અપલોડ, શેર કે ફોરવર્ડ કરવી નહી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બાબતે વ્હોટ્સએપ, ફેસબુક, ઈસ્ટાગ્રામ, ટ્વીટર જેવા તમામ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઈસમો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે.

કોઈ પણ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો અથવા બીજા મારફતે કરાવી કોમી એખલાસ ડહોળવાનો પ્રયાસ કરતો જણાશે તો તેવા તમામ વ્યક્તિઓ વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામે નોંધ લેવી.

કોઈ શકમંદ પ્રવૃત્તિ જણાય કે કોઈ પણ પ્રકારના મેસેજ કે સોશ્યલ મીડીયા પોસ્ટની તુરંત જ નવસારી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નંબર ૦૨૬૩૭-૨૪૬૩૦૩ પર સંપર્ક કરવા વિનંતી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!