GUJARATJETPURRAJKOT

Rajkot: સ્વતંત્ર વ્યવસાય કરવા માંગતા યુવાનો માટે રાજકોટમાં તાલીમનું આયોજન

તા.૧/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

ઉમેદવારોની પસંદગી માટે ૦૬ ડીસેમ્બરે ઓરિએન્ટેશન એન્ડ ઈન્ટરવ્યુ યોજાશે

Rajkot: ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે પ્રયત્નશીલ ગુજરાત સરકારની ‘ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (સી.ઈ.ડી)’ દ્વારા રાજકોટ ખાતે ડીસેમ્બરમાં ૧૫ દિવસીય “ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદેશ મહત્વાકાંક્ષી યુવકો-યુવતીઓ સ્વતંત્ર વ્યવસાય કરીને ઉદ્યોગ સાહસિક બની શકે તેવો છે.

આ તાલીમ વિશે માહિતી આપવા તેમજ ઉમેદવારોની પસંદગી માટે EDP ORIENTATION & INTERVIEW (ઓરિએન્ટેશન એન્ડ ઈન્ટરવ્યુ) તા. ૦૬ ડીસેમ્બરને બુધવારે બપોરે ૦૩.૩૦ કલાકથી સાંજે ૦૪.૩૦ કલાક દરમિયાન CED, આજી GIDC ટર્બો ગેટ, ટર્બો બેરિંગ પાસે, બચુભાઈ ચાવાળાની સામે, રાજકોટ ખાતે યોજાશે. સ્થળ પર અરજી ફોર્મ ભરી શકાશે. અરજી સાથે પાસપોર્ટ સાઈઝ ફોટો, આધાર કાર્ડની બંને બાજુની નકલ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની નકલ, છેલ્લે ઉતીર્ણ થયેલ ધોરણની માર્કશીટની નકલ અને SC/ST હોય તો જાતિનો દાખલો આપવાના રહેશે. તાલીમમાં માત્ર ૩૦ તાલીમાર્થીઓ જ પસંદ કરવાના હોવાથી ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ (રૂબરૂ મુલાકાત)માં ફરજિયાત ઉપસ્થિત રહેવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે https://forms.gle/QH7Nnmzssx1TuFZC6 લિંક પર ક્લિક કરવાનું રહેશે. વધુ વિગત માટે શ્રી કોમલબેન મહેતા મો.નં. ૮૭૫૮૪ ૬૬૩૬૯નો સંપર્ક કરી શકાશે, તેમ ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાનની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!