GUJARATNARMADATILAKWADA

તિલકવાડા PSI જે એમ લટા ની આગેવાનીમાં પોલીસ કર્મીઓ દ્વારા નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ

ભારત પાકિસ્તાન ની મેચ અને આગામી સમયમાં આવનાર નવરાત્રી મહોત્સવ ના તહેવારને ધ્યાનમાં રાખીને તિલકવાડા PSI જે એમ લટા ની આગેવાનીમાં પોલીસ કર્મીઓ દ્વારા નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ

વસિમ મેમણ : તિલકવાડા

ભારત પાકિસ્તાન વચ્ચે યોજાનાર મેચ અને આગામી સમયમાં આવનાર નવરાત્રિ મહોત્સવ ના પવિત્ર તહેવાર ને ધ્યાન મા રાખીને તિલકવાડા પોલીસ સ્ટેશનના પો.એસ.આઇ જે એમ લટા ની આગેવાની હેઠળ તિલકવાડા પોલીસ કર્મીઓ દ્વારા વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આગામી તહેવારોની શાંતિપૂર્ણ માહોલ માં ઉજવણી થાય તે ઉદ્દેશ્ય સાથે નગરનામાં ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું

ઉલ્લેખનિય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઇ અને આગામી સમયમાં હિન્દુઓનો મુખ્ય તહેવાર નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેને ધ્યાનમાં રાખીને કેવડિયા વિભાગના DYSP વાણી મેડમ દુધાતની સુચના અનુસાર તિલકવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર જે એમ લટા ની આગેવાની હેઠળ તિલકવાડા પોલીસ / એસ.આર.ડી/ હોમગાર્ડ અને જી આર ડી ના જવાનો દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું તિલકવાડા નગર તેમજ તાલુકામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને આગામી સમયમાં આવનાર તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય અને વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પોલીસ સ્ટેશન થિ ફ્લેગ માર્ચ નીશરૂઆત કરી બ્રાહ્મણ શેરી મેન બજાર તિલકવાડા ચાર રસ્તા થિ નોચલી બજાર અને ત્યાંથી પરત તિલકવાડા પોલીસ મથકે ફ્લેગ માર્ચ નું સમાપન કરવામાં આવ્યુ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!