INTERNATIONAL

તાજિકિસ્તાનમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ, ૨૪ કલાકમાં પાંચ દેશોમાં ધરતીકંપ

તાજિકિસ્તાનમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. ભૂકંપનું એપી સેન્ટર અફઘાનિસ્તાન-ચીન-તાજિકિસ્તાનની સરહદે આવેલા ગોનો બદખ્શાં પ્રાંતમાં હતું. આ ધરતીકંપથી કોઈ નુકસાનીના અહેવાલો નથી, પરંતુ ભૂકંપના ઝટકા તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન ઉપરાંત ભારત, નેપાળ અને તુર્કી સુધી અનુભવાયા હતા.
તાજિકિસ્તાનમાં ત્રાટકેલા ૬.૮ની તીવ્રતાના ભૂકંપનું એપી સેન્ટર અફઘાનિસ્તાન-ચીન સરહદે ગોર્નો બદખ્શાં પ્રાંતમાં હતું. અમેરિકન જિયોલોજિકલ સર્વે પ્રમાણે કેન્દ્ર બિંદુ જમીનથી ૨૦ કિલોમીટર પેટાળમાં હતું. વહેલી સવારે ૫.૩૭ વાગ્યે ભૂકંપ આવ્યાની વીસેક મિનિટ પછી ૫ની તીવ્રતાનો આફટર શોક પણ આવ્યો હતો. તાજિકિસ્તાનમાં આ ભૂકંપ સૌથી વધુ અનુભવાયો હતો. તે ઉપરાંત ચીન-અફઘાનિસ્તાનની ધરા પણ ધુ્રજી ઉઠી હતી. નેપાળ, ભારત અને તુર્કીના કેટલાક ભાગમાં એની હળવી અસરો થયાનું નોંધાયું હતું. ચીનના રિક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા ૭.૨ની નોંધાઈ હતી, પરંતુ અમેરિકન જિયોલોજિકલ વિભાગના રિક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા ૬.૮ની દર્જ થઈ હતી.
નેધરલેન્ડના સંશોધક ફ્રેંક હૂગરબીટ્સે તુર્કીના ભૂકંપની આગાહી ત્રણ દિવસ પહેલાં કરી હતી. એ જ સંશોધકે ભારત-અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપની ભવિષ્યવાણી કરી હતી. આ ભૂકંપ એ આગાહી મુજબ થયો છે કે પછી ભારતમાં હજુ કોઈ મોટો ભૂકંપ ત્રાટકવાની શક્યતા છે તે બાબતે સંશોધકોમાં ચર્ચા શરૃ થઈ હતી. નેધરલેન્ડના સંશોધકનું કહેવું હતું કે ભારતમાં પ્રશાંત મહાસાગરમાં મોટો ભૂકંપ ત્રાટકી શકે છે અથવા હિમાલયન રેન્જમાં પણ ભૂકંપનું એપી સેન્ટર હોઈ શકે છે. જોકે, આ ભૂકંપ ક્યારે ત્રાટકે તેમ છે તે બાબતે આ સંશોધક પાસે કોઈ ડેટા ઉપલબ્ધ નથી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!