RAJKOTUPLETA

ભાયાવદર ના ચકલી પ્રેમી નરેન્દ્ર ફળદુ દ્વારા વિશ્વ ચકલી દિવસે ૧૫૦૦૦ ચકલીના માળા લગાડી ને ઉજવણી કરી.

૨૦ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ભાયાવદરમા વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી એકલવ્ય એકેડેમી સ્કૂલના વિદ્યાર્થીઓએ લોકોમાં જનજાગૃતિ આવે એ માટે રેલી કાઢી ને ચકલી બચાવો પર્યાવરણ બચાવો નારા સાથે કરી.
ભાયાવદર ના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા છેલ્લા ૪ મહિનાથી આજુબાજુની સ્કૂલ અને આજુબાજુના ગામડામાં પોતાની જતમેહનત થી પોતાના ખર્ચે અંદાજે ૧૫૦૦૦ જેટલા ચકલીનામાળા લગાડીને આ નાનકડી રૂપકડી ચકલી બચાવવા માટે દિવસ રાત મેહનત કરે છે.
આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્ર ભાઈ દરેક લોકો ને એક અપીલ કરી કે આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહિ ૩૬૫ દિવસ ઉજવશું તો આપણા આ ઘર આંગણાની રિસાયેલા ચકલી ફરી આપણા આંગણે કલબલાટ કરતી જોવા મળશે.
ચકલી પ્રેમી નરેન્દ્રભાઇ ફળદુ દ્વારા ચકલીનો નવી ડિઝાઇન નો માળો આખા ભારત માં આગવું સ્થાન ધરાવે છે.દર વરસે ૨ લાખ માળા આખા ભારત માં પોતાની ડાઈ માંથી છપાય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!